Rajkot મનપા ફાયર ઓફિસરનો ચાર્જ લેવા કોઈ તૈયાર નહી, તંત્ર પણ ચિંતામાં

રાજકોટ TRP અગ્નિકાંડ કેસ બાદ કોઈ પણ ફાયર ઓફિસર ચાર્જ લેવા તૈયાર નતી,ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે પણ ચાર્જ છોડશે,ચીફ ફાયર ઓફિસરની જવાબદારીમાંથી તેમણે મુકિત માંગી છે.મનપા દ્વારા ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપાયો હતો પરંતુ તેઓ પણ આ ચાર્જ લેવા માટે રાજી નથી.હવે મનપા પણ ચિંતામાં મૂકાયું છે કે કોને ચાર્જ સોંપવો.વર્ગ-3ના અધિકારીને સોંપાયો ચાર્જ રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ વર્ગ-3ના અધિકારીને સોંપાયો છે.ખેર ,ઠેબા અને મારું પછી હવે સક્ષમ અધિકારીને અભાવે અમિત દવેને CFOનો ચાર્જ સોંપાયો છે.મનપા દ્વારા સરકારમાં CFOની નિયુક્તિ માટે માંગણી કરાઈ છે,પરંતુ સરકાર દ્વારા કોઈ નિમણૂંક ન થતા હવે ક્લાસ 3ના અધિકારીને સ્ટેશન ઓફિસરનો ચાર્જ અપાયો છે.ચીફ ફાયર ઓફિસર નહી હોવાથી તમામ અરજીઓ તેમજ એનઓસીને લઈ કામગીરી પર રોક લાગી ગઈ હોવાની વાત સામે આવી છે. ચીફ ફાયર ઓફિસર મારૂ પણ લાંચ કેસમાં જેલમાં છે મનપાના ચીફ ફાયર ઓફિસર દ્વારા લાંચ લેવાની ઘટનામાં એસીબી અલગ-અલગ રીતે તપાસ કરી હતી,લાંચિયા ઓફીસરના ટેબલ પરથી રૂપિયા મળતા પોલીસ પણ ધંધે લાગી હતી,જે લોકોની એનઓસી કાઢી છે તે તમામ લોકોને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે સાથે સાથે તેમના નિવેદન પણ લેવામાં આવશે,કોણે કેટલા રૂપિયા આ અધિકારીને આપ્યા છે તેને લઈ નિવેદન પણ લેવામા આવશે,૪૩ દિવસના કાર્યકાળમાં ચીફ ફાયર ઓફિસર અનિલ મારુંએ ૧૩૯ ફાયર NOC કાઢી હતી. વર્ગ-1 અને 2ના અધિકારીઓ જેલમાં બંધ રાજકોટ અગ્નિકાંડ કેસમાં ફાયર વિભાગના વર્ગ-1 અને 2ના અધિકારીઓ જેલમાં બંધ છે,ભ્રષ્ટારચારને લઈ આ અધિકારીઓ સામે તપાસ પણ ચાલી રહી છે,એક તરફ શહેરમાં એનઓસી તેમજ ફાયરના સાધનોને લઈ કામગીરી કરવામાં આવી રહી છે,બીજી તરફ રાજકોટ ફાયરના અધિકારીઓ જેલમાં હવા ખાઈ રહ્યાં છે,ત્યારે કામગીરી પર રોક લાગી ગઈ છે,હાલ કોઈ વર્ગ 1 અને 2નું સુકાન સંભાળી શકે તેમ ના હોવાથી વર્ગ3ના અધિકારીને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

Rajkot મનપા ફાયર ઓફિસરનો ચાર્જ લેવા કોઈ તૈયાર નહી, તંત્ર પણ ચિંતામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ TRP અગ્નિકાંડ કેસ બાદ કોઈ પણ ફાયર ઓફિસર ચાર્જ લેવા તૈયાર નતી,ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે પણ ચાર્જ છોડશે,ચીફ ફાયર ઓફિસરની જવાબદારીમાંથી તેમણે મુકિત માંગી છે.મનપા દ્વારા ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપાયો હતો પરંતુ તેઓ પણ આ ચાર્જ લેવા માટે રાજી નથી.હવે મનપા પણ ચિંતામાં મૂકાયું છે કે કોને ચાર્જ સોંપવો.

વર્ગ-3ના અધિકારીને સોંપાયો ચાર્જ

રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ વર્ગ-3ના અધિકારીને સોંપાયો છે.ખેર ,ઠેબા અને મારું પછી હવે સક્ષમ અધિકારીને અભાવે અમિત દવેને CFOનો ચાર્જ સોંપાયો છે.મનપા દ્વારા સરકારમાં CFOની નિયુક્તિ માટે માંગણી કરાઈ છે,પરંતુ સરકાર દ્વારા કોઈ નિમણૂંક ન થતા હવે ક્લાસ 3ના અધિકારીને સ્ટેશન ઓફિસરનો ચાર્જ અપાયો છે.ચીફ ફાયર ઓફિસર નહી હોવાથી તમામ અરજીઓ તેમજ એનઓસીને લઈ કામગીરી પર રોક લાગી ગઈ હોવાની વાત સામે આવી છે.

ચીફ ફાયર ઓફિસર મારૂ પણ લાંચ કેસમાં જેલમાં છે

મનપાના ચીફ ફાયર ઓફિસર દ્વારા લાંચ લેવાની ઘટનામાં એસીબી અલગ-અલગ રીતે તપાસ કરી હતી,લાંચિયા ઓફીસરના ટેબલ પરથી રૂપિયા મળતા પોલીસ પણ ધંધે લાગી હતી,જે લોકોની એનઓસી કાઢી છે તે તમામ લોકોને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે સાથે સાથે તેમના નિવેદન પણ લેવામાં આવશે,કોણે કેટલા રૂપિયા આ અધિકારીને આપ્યા છે તેને લઈ નિવેદન પણ લેવામા આવશે,૪૩ દિવસના કાર્યકાળમાં ચીફ ફાયર ઓફિસર અનિલ મારુંએ ૧૩૯ ફાયર NOC કાઢી હતી.

વર્ગ-1 અને 2ના અધિકારીઓ જેલમાં બંધ

રાજકોટ અગ્નિકાંડ કેસમાં ફાયર વિભાગના વર્ગ-1 અને 2ના અધિકારીઓ જેલમાં બંધ છે,ભ્રષ્ટારચારને લઈ આ અધિકારીઓ સામે તપાસ પણ ચાલી રહી છે,એક તરફ શહેરમાં એનઓસી તેમજ ફાયરના સાધનોને લઈ કામગીરી કરવામાં આવી રહી છે,બીજી તરફ રાજકોટ ફાયરના અધિકારીઓ જેલમાં હવા ખાઈ રહ્યાં છે,ત્યારે કામગીરી પર રોક લાગી ગઈ છે,હાલ કોઈ વર્ગ 1 અને 2નું સુકાન સંભાળી શકે તેમ ના હોવાથી વર્ગ3ના અધિકારીને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.