Rajkot: ભાદર નદીમાં ન્હાવા ગયેલા ડૉક્ટરનું ડૂબી જતાં મોત
વીંછીયામાં 40 વર્ષના ડૉક્ટર ભરત મિસ્ત્રીનું નાના માત્રા ગામની ભાદર નદીમાં ડૂબી જતાં મોત થયું છે. હોમીયોપેથી ડૉક્ટર ભરત મિસ્ત્રી 5 કપલ મિત્રો સાથે નાના માત્રા ભાદર નદીમાં ન્હાવા માટે ગયા હતા. બપોરના ત્રણ વાગ્યાની આજુબાજુ મિત્રો સાથે ભાદર નદીમાં પાણીમાં તરતી વખતે અચાનક પાણીમાં ડૂબી જતા ઘટના સ્થળે જ મોત થયું. મૃતદેહને શોધવા માટે સ્થાનિક ગામના 10 જેટલા તરવૈયાએ 10થી પંદર મિનિટ સુધી પાણીમાં મૃતદેહ શોધ્યા બાદ મળ્યો હતો. પી.એમ. માટે મૃતદેહને 108ની મદદથી વીંછીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વલસાડની પારડી વાંકી નદીમાંથી મૃતદેહ મળ્યો પારનેરામાંથી પસાર થતી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકોએ મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને પોલીસને જાણ કરી. વલસાડ રૂરલ પી. આઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો. અજાણ્યા ઇસમની લાશને નદીમાંથી સ્થાનિકો સાથે મળી પોલીસે બહાર કાઢ્યો. રૂરલ પોલીસે અજાણ્યા ઇસમની લાશ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વીંછીયામાં 40 વર્ષના ડૉક્ટર ભરત મિસ્ત્રીનું નાના માત્રા ગામની ભાદર નદીમાં ડૂબી જતાં મોત થયું છે. હોમીયોપેથી ડૉક્ટર ભરત મિસ્ત્રી 5 કપલ મિત્રો સાથે નાના માત્રા ભાદર નદીમાં ન્હાવા માટે ગયા હતા.
બપોરના ત્રણ વાગ્યાની આજુબાજુ મિત્રો સાથે ભાદર નદીમાં પાણીમાં તરતી વખતે અચાનક પાણીમાં ડૂબી જતા ઘટના સ્થળે જ મોત થયું. મૃતદેહને શોધવા માટે સ્થાનિક ગામના 10 જેટલા તરવૈયાએ 10થી પંદર મિનિટ સુધી પાણીમાં મૃતદેહ શોધ્યા બાદ મળ્યો હતો. પી.એમ. માટે મૃતદેહને 108ની મદદથી વીંછીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વલસાડની પારડી વાંકી નદીમાંથી મૃતદેહ મળ્યો
પારનેરામાંથી પસાર થતી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકોએ મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને પોલીસને જાણ કરી. વલસાડ રૂરલ પી. આઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો. અજાણ્યા ઇસમની લાશને નદીમાંથી સ્થાનિકો સાથે મળી પોલીસે બહાર કાઢ્યો. રૂરલ પોલીસે અજાણ્યા ઇસમની લાશ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી.