Rajkot : ભાજપમાં ટિકિટ માટે જબરો ઉત્સાહ, 2 દિવસમાં 1010 દાવેદારોએ સેન્સ આપી, વોર્ડ નં. 9 મોખરે

Apr 2, 2026 - 19:00
Rajkot : ભાજપમાં ટિકિટ માટે જબરો ઉત્સાહ, 2 દિવસમાં 1010 દાવેદારોએ સેન્સ આપી, વોર્ડ નં. 9 મોખરે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આગામી કોર્પોરેશનની ચૂંટણી માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. શહેરમાં બે દિવસ સુધી ચાલેલી સેન્સ લેવાની પ્રક્રિયામાં કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. કુલ 18 વોર્ડની બેઠકો માટે આશ્ચર્યજનક રીતે 1010 જેટલા કાર્યકર્તાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે.

બીજા દિવસે 354 કાર્યકરોએ ટિકિટ માટે ઈચ્છા વ્યક્ત કરી

સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે સૌથી વધુ ધસારો જોવા મળ્યો હતો, જેમાં 656કાર્યકરોએ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી રજૂ કરી હતી. જ્યારે બીજા દિવસે 354 કાર્યકરોએ ટિકિટ માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.

 વોર્ડ નંબર 9 માં સૌથી વધુ 79 દાવેદારો

વોર્ડ વાઈઝ આંકડાઓ પર નજર કરીએ તો, વોર્ડ નંબર 9 માં સૌથી વધુ 79 દાવેદારો મેદાનમાં છે, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં ટિકિટ માટે ભારે રસાકસી જામશે. બીજી તરફ, વોર્ડ નંબર 12 માં સૌથી ઓછા 31 દાવેદારો નોંધાયા છે. વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે

પ્રદેશ ભાજપ દ્વારા નિમવામાં આવેલા નિરીક્ષકોએ દરેક દાવેદારની રજૂઆત શાંતિપૂર્વક સાંભળી હતી. હવે આ તમામ દાવેદારોનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. અંતિમ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લેવામાં આવશે, પરંતુ 1010 જેટલા દાવેદારોની સંખ્યા જોઈને પક્ષના મોવડી મંડળ માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા માથાના દુખાવા સમાન બની શકે છે.


આ પણ વાંચો----    Banaskantha : 2 માસૂમ બાળાઓનું ધોળા દિવસે ઇકો ગાડીમાં અપહરણ થતાં સનસનાટી, હાઈવે અને આસપાસ વિસ્તારમાં નાકાબંધી કરાઈ 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0