Rajkot : બાબુઓની શાહી જ્યાફત, દબાણ તોડવા ગયા ને 27 લાખના ગાંઠિયા, સમોસા અને કાજુ કાતરી ઝાપટી ગયા..!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ મહાનગરપાલિકા અને સરકારી તંત્રની એક ચોંકાવનારી બેદરકારી અને મોંઘીદાટ જ્યાફતનો કિસ્સો સામે આવ્યો છે, જેણે આખા શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. રાજકોટના કુખ્યાત જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો હટાવવા માટે હાથ ધરાયેલી ડિમોલિશનની કડક કામગીરી ચર્ચામાં હતી, પરંતુ હવે કામગીરી કરતાં વધુ આ ડિમોલિશન પાછળ થયેલો ખાણી-પીણીનો ખર્ચો લાઈમલાઈટમાં આવ્યો છે. ડિમોલિશનની આ કામગીરી દરમિયાન સરકારી બાબુઓ અને કર્મચારીઓના ચા-પાણી, નાસ્તા અને ભોજનનું બિલ અધધ કહી શકાય તેટલું એટલે કે રૂપિયા 27 લાખ રૂપિયા આવ્યું છે!
સવારના સમયે ચા, બિસ્કિટ, ગરમા-ગરમ ગાંઠિયા
સામાન્ય રીતે દબાણ હટાવવાની આવી કામગીરીમાં સખત અને ચુસ્ત માહોલ હોય છે, પરંતુ જંગલેશ્વર ડિમોલિશન વખતે સરકારી બાબુઓએ લાખો રૂપિયાના ખાણી-પીણીના અખતરા કર્યા હોવાનું હવે બિલ જાહેર થતાં સપાટી પર આવ્યું છે. ઉપલબ્ધ વિગતો અનુસાર, ડિમોલિશન દરમિયાન હાજર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે સવારના સમયે ચા, બિસ્કિટ, ગરમા-ગરમ ગાંઠિયા અને પૌવાનો વૈભવી નાસ્તો મંગાવવામાં આવ્યો હતો.
બાબુઓ માટે શાહી ગુજરાતી થાળી પીરસાઈ
વાત અહીં જ અટકી નહોતી. બપોરના ભોજનમાં અધિકારીઓ અને બાબુઓ માટે શાહી ગુજરાતી થાળી પીરસાઈ હતી, જેમાં સ્વાદિષ્ટ સમોસાની સાથે મોંઘીદાટ મીઠાઈઓ જેવી કે કાજુ કાતરી અને ખજૂર રોલનો સ્વાદ પણ માણવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કામગીરીમાં પોલીસ કાફલા, મનપા સ્ટાફ અને અન્ય સરકારી તંત્રના થઈને આશરે 1500થી વધુ કર્મચારી-અધિકારીઓ હાજર રહ્યા હતા. લીલાલહેરના ખર્ચાની ભારે ટીકા
જો કે, 1500 લોકોના લશ્કર સામે 27 લાખ રૂપિયાનું મોંઘુંદાટ બિલ કેવી રીતે બન્યું અને તેમાંથી કોણે-કોણે જ્યાફત ઉડાવી તે હવે એક મોટો સવાલ બન્યો છે. જનતાના ટેક્સના પૈસાથી સરકારી બાબુઓએ માણેલી આ લીલાલહેરનું બિલ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ટીકાનો ભોગ બની રહ્યું છે.
આ પણ વાંચો----- Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

