Rajkot: પ્રેમીએ પ્રેમિકા ઉપર હુમલો કરી આપઘાતની કરી કોશિશ, નોંધાઈ પોલીસ ફરિયાદ

Feb 13, 2025 - 15:30
Rajkot: પ્રેમીએ પ્રેમિકા ઉપર હુમલો કરી આપઘાતની કરી કોશિશ, નોંધાઈ પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં પ્રેમ સંબંધને લગતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાએ અન્ય યુવક સાથે સગાઈ કરી લેતા પ્રેમી દ્વારા યુવતીને ચારથી વધુ છરીના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પોતાની પ્રેમિકાને છરીના ઘા ઝીંકીયા બાદ પ્રેમી દ્વારા પોતાને પણ છરીના ઘા ઝીંકી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હાલ સારવાર અર્થે બંનેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્રેમિકા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સંજય મકવાણા નામના વ્યક્તિ દ્વારા પોતાની 25 વર્ષીય પ્રેમિકા ભારતી સાથરીયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીને છાતીના વચ્ચેના ભાગે બે ઘા, ડાબા પગના સાથળના ભાગે, એડીના ભાગે તેમજ જમણા હાથમાં કોણીથી નીચેના ભાગે આડેધડ છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવવાની કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ ત્યારબાદ સંજય મકવાણા દ્વારા પોતાને પણ છરીના ઘા ઝીંકી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા પાંચ-છ વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો

ભારતીની 27 વર્ષીય મોટી બહેન રેખા દેવીપુજક દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે સંજય મકવાણા વિરુદ્ધ કલમ 109 (1), 118(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં રેખાએ જણાવ્યું છે કે, સંજય મકવાણા અને મારી નાની બહેન ભારતી વચ્ચે છેલ્લા પાંચ-છ વર્ષથી પ્રેમ સંબંધ છે. મારી બહેન ભારતી સંજય સાથે લગ્ન કરશે તેવું સંજયને કહ્યું હતું. પરંતુ તાજેતરમાં જ મારી બેન ભારતીની સગાઈ માંગરોળ ખાતે નક્કી થઈ હતી. જે બાબતની જાણ સંજયને થઈ જતા તે બાબતનો ખાર રાખીને સંજય દ્વારા મારી બહેનનું મોત નીપજાવવાની કોશિશ કરવામાં આવી છે.

સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો

પોલીસ દ્વારા મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ તો સંજય અને ભારતી બંને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. ઉલ્લેખનીય છે કે પ્રેમિકાના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા, ત્યાંથી લગ્ન તૂટ્યા અને ત્યારબાદ તે સંજય મકવાણા નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. ફરી વખત ભારતીની સગાઈ અન્ય સ્થળે થતાં આ હુમલો કર્યો અને બાદમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0