Rajkot : પ્રાઈમ આંગડિયા પેઢી લૂંટ કેસમાં 2 આરોપીઓને ઝડપાયા, તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં ચકચાર મચાવનાર પ્રાઈમ આંગડિયા પેઢીની રૂ. 19 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે શખ્સો રમઝાન અલી અને પ્રવીણ ઉર્ફે ખાજિયાની ધરપકડ કરી લીધી છે.
20 દિવસ રેકી કરી હતી
આ લૂંટને અંજામ આપવા માટે આરોપીઓએ ખૂબ જ ખતરનાક પ્લૅનિંગ કર્યું હતું અને ઘટનાને અંજામ આપતા પહેલા ભગવતીપરામાં રૂમ રાખીને આશરે 20 દિવસ સુધી અલગ-અલગ આંગડિયા પેઢીઓની રેકી કરી હતી. અંતે સરળ લાગતી પ્રાઈમ આંગડિયા પેઢીને ટાર્ગેટ બનાવીને આ લૂંટ ચલાવવામાં આવી હતી.
આ લૂંટમાં ચોરીના બાઈકનો ઉપયોગ કરવામાં આવ્યો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ લૂંટમાં ચોરીના બાઈકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પકડ પકડાઈ ન જાય તે માટે તેના પર ખોટી નંબર પ્લેટ પણ લગાવવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાંથી પ્રવીણ સામે રાજસ્થાનમાં બે ગુના નોંધાયેલા છે.
આરોપી આસુ વિરુદ્ધ લૂંટના અલગ-અલગ 22 જેટલા ગંભીર ગુના
મુખ્ય ફરાર આરોપી આસુ વિરુદ્ધ લૂંટના અલગ-અલગ 22 જેટલા ગંભીર ગુના દાખલ થયેલા હોવાનું ખુલ્યું છે. હાલ આ કેસના મુખ્ય આરોપીઓ આસુ અને ઇલુ પોલીસ પકડથી દૂર છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.19 લાખની લૂંટમાંથી રૂ. 2 લાખની રોકડ રિકવર
પોલીસે અત્યાર સુધીની કાર્યવાહીમાં રૂ. 19 લાખની લૂંટમાંથી રૂ. 2 લાખની રોકડ રિકવર કરી લીધી છે. પકડાયેલા બંને આરોપીઓએ મુખ્ય આરોપીઓને લૂંટ માટે ચોરીનું બાઈક અને રહેવા માટે મકાનની સગવડ પૂરી પાડી હતી. ફરાર આરોપીઓની ધરપકડ બાદ આ લૂંટના નેટવર્ક અંગે વધુ મોટા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : 12થી 891 સુધીની સફર: ગીરના સાવજે કેવી રીતે જીત્યો અસ્તિત્વનો મહાસંગ્રામ?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

