Rajkot: નાના મવા સર્કલે AQI 300 ને પાર પહોંચતાં રેડ એલર્ટ જેવી સ્થિતિ, શહેરીજનોના શ્વાસ રુંધાયા!

Oct 11, 2026 - 10:30
Rajkot: નાના મવા સર્કલે AQI 300 ને પાર પહોંચતાં રેડ એલર્ટ જેવી સ્થિતિ, શહેરીજનોના શ્વાસ રુંધાયા!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચોમાસાની વિદાય અને આસો મહિનાના પ્રારંભ સાથે જ રંગીલા રાજકોટ શહેરમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણ સૂકું બનતાંની સાથે જ શહેરમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. શહેરના પોશ અને સતત ધમધમતા એવા નાના મવા સર્કલ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300 સુધી પહોંચી જતાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ શ્રેણીમાં આવી ગઈ છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ પ્રદૂષણનો પારો ઝડપથી ઊંચે ચડતાં શહેરીજનોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે.

નાના મવા સર્કલે પ્રદૂષણનો આંક 300

હવામાન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મોનિટરિંગ સેન્ટર્સના આંકડા અનુસાર સતત ટ્રાફિક અને સૂકી ધૂળની ડમરીઓના કારણે નાના મવા સર્કલ ખાતે AQI નો આંકડો 300 ના ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. રાજકોટના અન્ય રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં પણ પ્રદૂષણનું સ્તર સામાન્ય કરતાં ઘણું ઊંચું નોંધાયું છે, જ્યાં AQI નો આંકડો 100 થી 250 ની વચ્ચે રહ્યો છે. સૂકા પવનો ફૂંકાવાને લીધે વાતાવરણમાં સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર (PM 2.5 અને PM 10) નું પ્રમાણ જળવાઈ રહેતાં ધૂંધળું વાતાવરણ છવાઈ ગયું છે.

આસો મહિનાની શરૂઆતે વાતાવરણ સૂકું થતાં ડસ્ટ પ્રદૂષણમાં વધારો

ચોમાસા દરમિયાન હવામાં ભેજ રહેવાથી પ્રદૂષણના રજકણો નીચે બેસી જતા હોય છે, પરંતુ આસો મહિનો બેસતાં જ વરસાદી સિસ્ટમ પૂર્ણ થઈ છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને હવા એકદમ સૂકી બની ગઈ છે.રસ્તાઓ પરથી ઊડતી ધૂળ, બાંધકામ પ્રવૃત્તિઓ તેમજ વાહનોના ધુમાડા વાતાવરણમાં લાંબો સમય સુધી સ્થિર રહેતાં હવાની ગુણવત્તા ઝડપથી ઘટી રહી છે.શહેરીજનો અને દર્દીઓની ચિંતામાં વધારો

પ્રદૂષણના વધતા આંકને કારણે ખાસ કરીને બાળકો, વૃદ્ધો તેમજ અસ્થમા અને શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. તબીબોના જણાવ્યા મુજબ 300 ની આસપાસનો AQI આંખોમાં બળતરા, ગળામાં ખરાશ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરી શકે છે.સવાર અને મોડી સાંજના સમયે જ્યારે હવામાં પ્રદૂષણનું દબાણ વધારે હોય ત્યારે મોર્નિંગ વોક કે કસરત કરતી વખતે માસ્ક પહેરવા અને સાવચેતી રાખવા નિષ્ણાતો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat: ડિંડોલી અને ઉત્રાણમાંથી ₹5.46 લાખનો 10.9 કિલો ગાંજો જપ્ત, 2 ઝડપાયા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0