Rajkot: જીવરાજપાર્ક ટાઉનશીપની બહાર ગેરકાયદેસર દબાણ થતાં સ્થાનિકોનો હોબાળો
રાજકોટ મહાપાલિકામાં જીવરાજ પાર્ક ટાઉનશીપના લોકોનો મોરચો રસ્તા ઉપર દબાણ ગેરકાયદેસર બાંધકામો સહિતના મુદ્દે રજૂઆતો નાયબ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી રોષ ઠાલવવામાં આવ્યો રાજકોટના વોર્ડ નંબર 11માં આવેલ જીવરાજ પાર્ક ટાઉનશીપની વિવિધ સોસાયટીના લોકો આજે મહાનગરપાલિકાએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. સ્થાનિકોએ આવેદન આપતાં જણાવ્યું હતું કે, સોસાયટીની બહાર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. રસ્તા ઉપરના દબાણો દૂર કરવા માગણી જીવરાજપાર્ક ટાઉનશીપના રહીશોએ તેમની સોસાયટીની બહાર કરવામાં આવેલ દબાણોને દૂર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. નગરજનોએ જણાવ્યું હતું કે, રસ્તા ઉપરના દબાણ તેમજ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ બાંધકામો અંગે રજૂઆતો કરી હતી. રાજકોટ મહાપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર આવેદન પાઠવી રોષ ઠાલવવામાં આવ્યો હતો. ગઈકાલે બુટલેગરો ઉપર જનતા રેડ કર્યા બાદ આજે દબાણ મામલે મહાપાલિકા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. જીવરાજ પાર્ક ટાઉનશીપની વિવિધ સોસાયટીઓની મહિલાઓએ સંયુક્ત મોરચો માંડીને થાળી વગાડી દેખાવ કર્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજકોટ મહાપાલિકામાં જીવરાજ પાર્ક ટાઉનશીપના લોકોનો મોરચો
- રસ્તા ઉપર દબાણ ગેરકાયદેસર બાંધકામો સહિતના મુદ્દે રજૂઆતો
- નાયબ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી રોષ ઠાલવવામાં આવ્યો
રાજકોટના વોર્ડ નંબર 11માં આવેલ જીવરાજ પાર્ક ટાઉનશીપની વિવિધ સોસાયટીના લોકો આજે મહાનગરપાલિકાએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. સ્થાનિકોએ આવેદન આપતાં જણાવ્યું હતું કે, સોસાયટીની બહાર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું.
રસ્તા ઉપરના દબાણો દૂર કરવા માગણી
જીવરાજપાર્ક ટાઉનશીપના રહીશોએ તેમની સોસાયટીની બહાર કરવામાં આવેલ દબાણોને દૂર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. નગરજનોએ જણાવ્યું હતું કે, રસ્તા ઉપરના દબાણ તેમજ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ બાંધકામો અંગે રજૂઆતો કરી હતી. રાજકોટ મહાપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર આવેદન પાઠવી રોષ ઠાલવવામાં આવ્યો હતો. ગઈકાલે બુટલેગરો ઉપર જનતા રેડ કર્યા બાદ આજે દબાણ મામલે મહાપાલિકા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. જીવરાજ પાર્ક ટાઉનશીપની વિવિધ સોસાયટીઓની મહિલાઓએ સંયુક્ત મોરચો માંડીને થાળી વગાડી દેખાવ કર્યા હતા.