Rajkot: ચડ્ડી-બુકાનીધારી ગેંગનો આતંક, 5 ઘરમાં ચોરી, ઘટના CCTVમાં કેદ
NRIના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી રત્નમ રોયલ બંગ્લોઝમાં 5 મકાનમાં ચોરી 15 લાખ રૂપિયા ચોરી થયાની આશંકા રાજકોટમાં વરસાદે વિરામ લેતાં જ તસ્કરો સક્રિય થઈ ગયા છે. તહેવારોને પગલે બંધ મકાનને ટાર્ગેટ કરીને બુકાનીધારીઓએ એક સાથે 5 મકાનમાં ચોરી કરી હતી. અને અંદાજીત 15 લાખથી વધુની ચોરી કર્યું હોવાનું અનુમાન છે. શહેરના યુનિવર્સિટી પોલીસ મથક અને ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાથી સમગ્ર પોલીસ તંત્ર સફાળુ જાગી ઉઠ્યું છે અને દોડતું થઈ ગયું છે. ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો તસ્કરોની શોધખોળમાં લાગી ગઈ છે. ચોરીની પ્રથમ ઘટના યુનિવર્સિટી રોડ પંચાયતનગર ચોકમાં આવેલા NRIના બંગલામાં બની હતી. જેમાં હાલ મસ્કત રહેતા કમલેશભાઈ ખોડીદાસભાઈ મહેતા થોડા દિવસ પહેલા જ રાજકોટ આવ્યા છે. અને પ્રસંગ હોવાથી વલસાડ ગયા હતા. આ દરમિયાન બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બાજુના મકાનમાંથી સોના – ચાંદી ભરેલી તિજોરી ઉઠાવી ગયા હતા. સીસીટીવીમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે ચોરીની ઘટના ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પાંચ મકાનોમાં ચડી-બુકાનીધારી ગેંગ દ્વારા ચોરી કરી તરખાટ મચાવ્યો છે. માધાપર ચોકડી પાસે મોરબી બાયપાસ પર ADB હોટલ પાછળ રત્નમ રોયલ બંગલોમાં તબીબ સહિત પાંચ મકાનમાં ચોરી કરનાર ટોળકી વિશે ત્યાંના સ્થાનિકે જણાવ્યું હતું કે, રાત્રે અઢી વાગ્યાના અરસામાં તસ્કરો આવ્યા હતા અને સાથે સીડી પણ લાવ્યા હતા અને જે હાથમાં આવ્યું એ તમામ ઉઠાવીને લઈ ગયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- NRIના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી
- રત્નમ રોયલ બંગ્લોઝમાં 5 મકાનમાં ચોરી
- 15 લાખ રૂપિયા ચોરી થયાની આશંકા
રાજકોટમાં વરસાદે વિરામ લેતાં જ તસ્કરો સક્રિય થઈ ગયા છે. તહેવારોને પગલે બંધ મકાનને ટાર્ગેટ કરીને બુકાનીધારીઓએ એક સાથે 5 મકાનમાં ચોરી કરી હતી. અને અંદાજીત 15 લાખથી વધુની ચોરી કર્યું હોવાનું અનુમાન છે.
શહેરના યુનિવર્સિટી પોલીસ મથક અને ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાથી સમગ્ર પોલીસ તંત્ર સફાળુ જાગી ઉઠ્યું છે અને દોડતું થઈ ગયું છે. ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો તસ્કરોની શોધખોળમાં લાગી ગઈ છે.
ચોરીની પ્રથમ ઘટના યુનિવર્સિટી રોડ પંચાયતનગર ચોકમાં આવેલા NRIના બંગલામાં બની હતી. જેમાં હાલ મસ્કત રહેતા કમલેશભાઈ ખોડીદાસભાઈ મહેતા થોડા દિવસ પહેલા જ રાજકોટ આવ્યા છે. અને પ્રસંગ હોવાથી વલસાડ ગયા હતા. આ દરમિયાન બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બાજુના મકાનમાંથી સોના – ચાંદી ભરેલી તિજોરી ઉઠાવી ગયા હતા.
સીસીટીવીમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે ચોરીની ઘટના
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પાંચ મકાનોમાં ચડી-બુકાનીધારી ગેંગ દ્વારા ચોરી કરી તરખાટ મચાવ્યો છે. માધાપર ચોકડી પાસે મોરબી બાયપાસ પર ADB હોટલ પાછળ રત્નમ રોયલ બંગલોમાં તબીબ સહિત પાંચ મકાનમાં ચોરી કરનાર ટોળકી વિશે ત્યાંના સ્થાનિકે જણાવ્યું હતું કે, રાત્રે અઢી વાગ્યાના અરસામાં તસ્કરો આવ્યા હતા અને સાથે સીડી પણ લાવ્યા હતા અને જે હાથમાં આવ્યું એ તમામ ઉઠાવીને લઈ ગયા છે.