Rajkot: કોરાટ ચોક પાસે યુનિફોર્મ પહેરી રોફ જમાવતો નકલી પોલીસ શાપર પોલીસના સકંજામાં!

Oct 4, 2026 - 10:30
Rajkot: કોરાટ ચોક પાસે યુનિફોર્મ પહેરી રોફ જમાવતો નકલી પોલીસ શાપર પોલીસના સકંજામાં!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખાખી વર્દીનો દુરુપયોગ કરી નિર્દોષ લોકોને ડરાવી-ધમકાવી તોડબાજી કરતાં તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ઔદ્યોગિક વિસ્તાર ગણાતા શાપર નજીક આવેલા કોરાટ ચોક પાસેથી પોલીસ યુનિફોર્મ પહેરીને જાહેર માર્ગ પર સામાન્ય વાહનચાલકો અને રાહદારીઓ પર અસલી પોલીસવાળાની જેમ રોફ જમાવી રહેલા એક નકલી પોલીસ કિશોર સલાટને શાપર પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે.

અસલી પોલીસ સામે આવતાં જ નકલીનો પર્દાફાશ

શાપર પોલીસની પેટ્રોલિંગ ટીમ જ્યારે કોરાટ ચોક પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે એક શખ્સ પૂર્ણ પોલીસ ગણવેશમાં ઊભો રહીને આસપાસના લોકો પર અણછાજતો રોફ જમાવી રહ્યો હતો. તેની શંકાસ્પદ હિલચાલ અને હાવભાવ જોઈને પેટ્રોલિંગ કરી રહેલા વાસ્તવિક પોલીસ જવાનોને તેના પર વહેમ પડ્યો હતો.પોલીસે તેની પાસે જઈને ઓળખપત્ર માગતાં અને કડકાઈથી પૂછપરછ શરૂ કરતાં જ આરોપી ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો. શરૂઆતમાં તેણે એવું રટણ ચાલુ રાખ્યું હતું કે, "હું રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું." જોકે, શાપર પોલીસે ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા તેની પોલ ખુલ્લી પડી ગઈ હતી અને તે પોલીસ વિભાગમાં કોઈ પણ પદ પર ન હોવાનું તેમજ માત્ર લોકોમાં ધાક જમાવવા નકલી પોલીસ બન્યો હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું.

40 હજારનો મુદ્દામાલ જપ્ત, BNS હેઠળ ગુનો દાખલ

શાપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપી કિશોર સલાટની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી પોલીસનો ગણવેશ, મોબાઈલ ફોન અને વાહન સહિત કુલ રૂપિયા 40,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ સમગ્ર મામલે શાપર પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૦૪ અને 205 (પોલીસ કર્મચારી હોવાનો ઢોંગ કરવો અને ખોટું જાહેર સેવકનું રૂપ ધારણ કરવું) હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.આ નકલી પોલીસે અગાઉ વર્દી પહેરીને આ વિસ્તારના કોઈ કારખાનેદારો, શ્રમિકો કે વાહનચાલકો પાસેથી રૂપિયા પડાવ્યા છે કે કેમ, તે દિશામાં પોલીસે પૂછપરછ તેજ કરી છે.

આ પણ વાંચો: Surat: ટેક્સટાઇલ હબમાં 8 એમ્બ્રોઇડરી વેપારીઓને ₹1.09 કરોડનો ચૂનો લગાવી ભેજાબાજ ટોળકી છૂમંતર!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0