Rajkot: આખરે તંત્ર જાગ્યુ, શહેરમાં હવે 12 હજાર ખાડા પુરાશે!
રાજ્યમાં ભારે વરસાદ વરસ્યા બાદ અનેક વિસ્તારમાં રોડ તુટી ગયા છે અને રોડ પર જ્યાં જુઓ ત્યાં માત્ર ખાડા જ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે વરસાદે વિરામ લીધા બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે.શહેરના જુદા જુદા વિસ્તારમાં 12 હજારથી વધુ ખાડા રાજકોટમાં પણ હવે તંત્ર દ્વારા ખાડા દુરસ્તા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં જેટ મશીન દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડા દુરસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના 48 રાજમાર્ગો ઉપર પડેલા ખાડાઓ સૌથી પહેલા પુરવામાં આવશે. તમને જણાવી દઈએ કે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કુલ 12 હજારથી વધુ નાના મોટા ખાડાઓ પડ્યા છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર કેમિકલ ટ્રીટમેન્ટથી ખાડા પુરવાની કામગીરી ખાડા પુરવા માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સામાન્ય ડામરથી રસ્તા ઉપરના ખાડા દૂર કરવા અંદાજિત પ્રતિ ચોરસ મીટર 450 રૂપિયાનો ખર્ચ થાય છે અને જેટ મશીન અને કેમિકલ દ્વારા ખાડા દુરસ્ત કરવાનો ખર્ચ અંદાજિત 1 હજાર પ્રતિ ચોરસ મીટરે થાય છે. જણાવી દઈએ કે હાલમાં જેટ મશીન દ્વારા શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રીંગ રોડ સહિતના રાજમાર્ગો ઉપર કેમિકલ ટ્રીટમેન્ટ અને પ્રોસેઝર દ્વારા ખાડા દૂર કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ એજન્સી પાસેથી એક વર્ષની ગેરંટી પણ આપવામાં આવે છે. ભરૂચમાં ખાડાઓથી વાહનચાલકોને હાલાકી ભરૂચ પાસેના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ પર અનેક જગ્યાએ ખાડાઓના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે ભરૂચના દેહગામથી આમોદના માતર સુધીમાં અનેક જગ્યાએ મસ્ત મોટા ખાડા પડેલા છે. છ મહિનામાં જ કરોડોના ખર્ચે બનેલા નામચીન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર હવે ભ્રષ્ટાચારીઓના પાપ છાપરે ચડીને ફૂટ્યા છે. અનેક જગ્યાએ રોડ તૂટ્યા તો અનેક જગ્યાએ રોડની સાઈડમાં બનાવવામાં આવેલી પ્રોટકશન વોલ પણ તૂટી ગઈ છે. 100થી 120ની સ્પીડે દોડતી ગાડીઓ અચાનક ખાડામાં પછડાય છે અગાઉ આ રોડ ઉપર 10 જેટલી ગાડીઓના ટાયરો પણ ફાટી ગયા હોવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે ટ્રિપલ અકસ્માત જેવી ઘટનાઓ પણ બની ચૂકી છે અને અકસ્માતમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મુસાફરોનું કહેવું છે કે રોડ તો સારો છે, પરંતુ તેની અંદર જે ભ્રષ્ટાચારના ખાડા પડ્યા છે તેને રિપેર કરવામાં આવે જેના કારણે કોઈ અકસ્માત ન થાય અને કોઈનો જીવ ન જાય. કારણ કે 100થી 120ની સ્પીડે દોડતી ગાડીઓ અચાનક ખાડાના કારણે પછડાય છે અને જમ્પ મારે છે જેના કારણે અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ભારે વરસાદ વરસ્યા બાદ અનેક વિસ્તારમાં રોડ તુટી ગયા છે અને રોડ પર જ્યાં જુઓ ત્યાં માત્ર ખાડા જ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે વરસાદે વિરામ લીધા બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
શહેરના જુદા જુદા વિસ્તારમાં 12 હજારથી વધુ ખાડા
રાજકોટમાં પણ હવે તંત્ર દ્વારા ખાડા દુરસ્તા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં જેટ મશીન દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડા દુરસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના 48 રાજમાર્ગો ઉપર પડેલા ખાડાઓ સૌથી પહેલા પુરવામાં આવશે. તમને જણાવી દઈએ કે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કુલ 12 હજારથી વધુ નાના મોટા ખાડાઓ પડ્યા છે.
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર કેમિકલ ટ્રીટમેન્ટથી ખાડા પુરવાની કામગીરી
ખાડા પુરવા માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સામાન્ય ડામરથી રસ્તા ઉપરના ખાડા દૂર કરવા અંદાજિત પ્રતિ ચોરસ મીટર 450 રૂપિયાનો ખર્ચ થાય છે અને જેટ મશીન અને કેમિકલ દ્વારા ખાડા દુરસ્ત કરવાનો ખર્ચ અંદાજિત 1 હજાર પ્રતિ ચોરસ મીટરે થાય છે. જણાવી દઈએ કે હાલમાં જેટ મશીન દ્વારા શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રીંગ રોડ સહિતના રાજમાર્ગો ઉપર કેમિકલ ટ્રીટમેન્ટ અને પ્રોસેઝર દ્વારા ખાડા દૂર કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ એજન્સી પાસેથી એક વર્ષની ગેરંટી પણ આપવામાં આવે છે.
ભરૂચમાં ખાડાઓથી વાહનચાલકોને હાલાકી
ભરૂચ પાસેના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ પર અનેક જગ્યાએ ખાડાઓના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે ભરૂચના દેહગામથી આમોદના માતર સુધીમાં અનેક જગ્યાએ મસ્ત મોટા ખાડા પડેલા છે. છ મહિનામાં જ કરોડોના ખર્ચે બનેલા નામચીન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર હવે ભ્રષ્ટાચારીઓના પાપ છાપરે ચડીને ફૂટ્યા છે. અનેક જગ્યાએ રોડ તૂટ્યા તો અનેક જગ્યાએ રોડની સાઈડમાં બનાવવામાં આવેલી પ્રોટકશન વોલ પણ તૂટી ગઈ છે.
100થી 120ની સ્પીડે દોડતી ગાડીઓ અચાનક ખાડામાં પછડાય છે
અગાઉ આ રોડ ઉપર 10 જેટલી ગાડીઓના ટાયરો પણ ફાટી ગયા હોવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે ટ્રિપલ અકસ્માત જેવી ઘટનાઓ પણ બની ચૂકી છે અને અકસ્માતમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મુસાફરોનું કહેવું છે કે રોડ તો સારો છે, પરંતુ તેની અંદર જે ભ્રષ્ટાચારના ખાડા પડ્યા છે તેને રિપેર કરવામાં આવે જેના કારણે કોઈ અકસ્માત ન થાય અને કોઈનો જીવ ન જાય. કારણ કે 100થી 120ની સ્પીડે દોડતી ગાડીઓ અચાનક ખાડાના કારણે પછડાય છે અને જમ્પ મારે છે જેના કારણે અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે.