Rajkotમા ભુક્કા કાઢે એવો વરસાદ, રોડ પર પાણી ભરાવાની થઈ શરૂઆત

રાજકોટમાં બપોરના સમયથી ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ છે,રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ છે જેને લઈ શહેરીજનોને ગરમીથી રાહત મળી છે બીજી તરફ ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.કાલાવડ રોડ , પુષ્કર ધામ રોડ,150 ફૂટ રિંગ રોડ, એ.જી. ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે.રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ બપોરથી વરસાદ વરસી રહ્યો છે.રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરી છે,સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી,દ્રારકામાં બપોરના સમયથી વરસાદ વરસી રહ્યો છે,રાજકોટ શહેરમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,સાથે સાથે ધોરાજી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો.ધોરાજીની નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશી તો હતી પરંતુ પાક નષ્ટ થતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે. મગફળીનો પાક ધોવાયો ખેડૂતો માની રહ્યાં છે કે હવે જે વરસાદ એટલે કે નવરાત્રિ પહેલાથી જે વરસાદ વરસી રહ્યો છે તે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ વરસાદ નથી આનાથી ખેડૂતોને નુકસાન થયું છે અને ખેડૂતો પાયલમાલ થઈ ગયા છે.બીજી તરફ વાત કરવામાં આવે તો મગફળી,સોયાબીન,તલનો પાક નિષ્ફળ ગયો છે જેને કારણે ખેડૂતને પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચે સૌરાષ્ટ્ર પંથકમાં અમરેલી અને દ્રારકા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સારો વરસાદ પડયો છે,વરસાદ તો પડયો અને ગરમીથી રાહત પણ મળી પરંતુ ધરતીપુત્ર ચિંતામાં મૂકાયા છે કેમકે પાક તૈયાર થઈ ગયો અને ફરી વરસાદ વરસતા પાક નિષ્ફળ ગયો છે,ખાસ કરીને મગફળી,કપાસ,સોયાબીનનું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે,ત્યારે હવે વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યાં છે. અમરેલીમાં પણ વરસાદ સાવરકુંડલાના ગીર કાંઠા વિસ્તારમાં ફરી એકવાર આકાશમાંથી આફત વરસી રહી છે.સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના આંબરડી ગાધકડા સહિત બગોયા, ખોડીયાણા ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે સાથે સાથે તમામ ડેમો ઓવરફલો થવાની નજીક છે.અમરેલીના ઠેબી ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે.ઉપરવાસમાં વરસાદને પગલે દરવાજા ખોલાયા છે.ઠેબી ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલાયા છે.

Rajkotમા ભુક્કા કાઢે એવો વરસાદ, રોડ પર પાણી ભરાવાની થઈ શરૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં બપોરના સમયથી ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ છે,રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ છે જેને લઈ શહેરીજનોને ગરમીથી રાહત મળી છે બીજી તરફ ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.કાલાવડ રોડ , પુષ્કર ધામ રોડ,150 ફૂટ રિંગ રોડ, એ.જી. ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે.રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ બપોરથી વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરી છે,સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી,દ્રારકામાં બપોરના સમયથી વરસાદ વરસી રહ્યો છે,રાજકોટ શહેરમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,સાથે સાથે ધોરાજી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો.ધોરાજીની નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશી તો હતી પરંતુ પાક નષ્ટ થતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે.

મગફળીનો પાક ધોવાયો

ખેડૂતો માની રહ્યાં છે કે હવે જે વરસાદ એટલે કે નવરાત્રિ પહેલાથી જે વરસાદ વરસી રહ્યો છે તે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ વરસાદ નથી આનાથી ખેડૂતોને નુકસાન થયું છે અને ખેડૂતો પાયલમાલ થઈ ગયા છે.બીજી તરફ વાત કરવામાં આવે તો મગફળી,સોયાબીન,તલનો પાક નિષ્ફળ ગયો છે જેને કારણે ખેડૂતને પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચે સૌરાષ્ટ્ર પંથકમાં અમરેલી અને દ્રારકા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સારો વરસાદ પડયો છે,વરસાદ તો પડયો અને ગરમીથી રાહત પણ મળી પરંતુ ધરતીપુત્ર ચિંતામાં મૂકાયા છે કેમકે પાક તૈયાર થઈ ગયો અને ફરી વરસાદ વરસતા પાક નિષ્ફળ ગયો છે,ખાસ કરીને મગફળી,કપાસ,સોયાબીનનું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે,ત્યારે હવે વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યાં છે.

અમરેલીમાં પણ વરસાદ

સાવરકુંડલાના ગીર કાંઠા વિસ્તારમાં ફરી એકવાર આકાશમાંથી આફત વરસી રહી છે.સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના આંબરડી ગાધકડા સહિત બગોયા, ખોડીયાણા ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે સાથે સાથે તમામ ડેમો ઓવરફલો થવાની નજીક છે.અમરેલીના ઠેબી ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે.ઉપરવાસમાં વરસાદને પગલે દરવાજા ખોલાયા છે.ઠેબી ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલાયા છે.