Rajkotમાં 383 ગેરકાયદેસર બાંધકામોનું કરાશે ડિમોલિશન

રાજકોટમાં RMC દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં ગેરકાયદેસર દબાણો તોડવા માટેનો મોટો નિર્ણય RMCએ લીધો છે. આજી નદીના કાંઠે 383 જેટલા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવશે.રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ આપ્યું આ નિવેદન શહેરના બાપુનગર સ્મશાન વિસ્તાર, જંગલેશ્વર, એકતા કોલોની અને શાળા નંબર 70ની આસપાસ ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે. તેના કારણે દર વર્ષે આજી નદીના પુરમાં આ વિસ્તાર ડૂબી જાય છે અને હજારો લોકોનું સ્થળાંતર કરાવવાની નોબત આવે છે. ત્યારે આ મામલે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ નિવેદન આપતા કહ્યું કે આજી નદી કાંઠે વર્ષોથી દબાણો થયા છે તે દૂર કરવામાં આવશે. અધિકારીઓને અત્યાર સુધી કેમ જાણ ન થઈ તે અંગે ખુલાસો માગ્યો આજી રિવરફ્રન્ટનું કામ પણ શરૂ કરવાનું હોવાના કારણે દબાણો દૂર કરવામાં આવશે. દર વર્ષે નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવતી હોય છે, હાલમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા લોકોને નોટિસો ફટકારવામાં આવી છે. ત્યારે ડીમોલિશનમાં જે લોકોના મકાન કપાતમાં જાય છે, તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ હાલમાં વિચારણા ચાલી રહી છે. ત્યારે બીજી તરફ ગેરકાયદેસર આખો વિસ્તાર ઉભો થઈ ગયો તો અધિકારીઓને કેમ જાણ ન થઈ તે અંગે ખુલાસો માગવામાં આવ્યો છે. રાજકોટમાં આર.કે.ગ્રુપ બિલ્ડરના કૌભાંડમાં તપાસ રાજકોટના નામાંકિત આર.કે.ગ્રુપ બિલ્ડરના સમગ્ર કૌભાંડ મામલે હવે મનપા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. મનપાની ટીમ દ્વારા RK પ્રાઈમ બિલ્ડિંગ ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આર.કે ગ્રુપના બિલ્ડર્સ દ્વારા પાર્કિંગ વેચવાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો હતો. બાલાજી હોલ સામે 150 ફૂટ રીંગ રોડ ઉપર આર.કે.પ્રાઈમ બે બિલ્ડીંગના ઓફિસધારકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી પણ ગુનોના નોંધાતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પાર્કિંગ વેચી ગેરકાયદેસર રકમ ઉઘરાવી ફ્રોડ કરવા અને ખોટી વિગતો વાળા દસ્તાવેજોના આધારે મિલકત વેચાણ કરી હોવાનો આરોપ લાગ્યો હતો. ટુ વ્હીલરનું પાર્કિંગ ટેરેસમાં બતાવ્યું છે, પરંતુ આવી કોઈ સુવિધા નથી. 

Rajkotમાં 383 ગેરકાયદેસર બાંધકામોનું કરાશે ડિમોલિશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં RMC દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં ગેરકાયદેસર દબાણો તોડવા માટેનો મોટો નિર્ણય RMCએ લીધો છે. આજી નદીના કાંઠે 383 જેટલા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવશે.

રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ આપ્યું આ નિવેદન

શહેરના બાપુનગર સ્મશાન વિસ્તાર, જંગલેશ્વર, એકતા કોલોની અને શાળા નંબર 70ની આસપાસ ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે. તેના કારણે દર વર્ષે આજી નદીના પુરમાં આ વિસ્તાર ડૂબી જાય છે અને હજારો લોકોનું સ્થળાંતર કરાવવાની નોબત આવે છે. ત્યારે આ મામલે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ નિવેદન આપતા કહ્યું કે આજી નદી કાંઠે વર્ષોથી દબાણો થયા છે તે દૂર કરવામાં આવશે.

અધિકારીઓને અત્યાર સુધી કેમ જાણ ન થઈ તે અંગે ખુલાસો માગ્યો

આજી રિવરફ્રન્ટનું કામ પણ શરૂ કરવાનું હોવાના કારણે દબાણો દૂર કરવામાં આવશે. દર વર્ષે નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવતી હોય છે, હાલમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા લોકોને નોટિસો ફટકારવામાં આવી છે. ત્યારે ડીમોલિશનમાં જે લોકોના મકાન કપાતમાં જાય છે, તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ હાલમાં વિચારણા ચાલી રહી છે. ત્યારે બીજી તરફ ગેરકાયદેસર આખો વિસ્તાર ઉભો થઈ ગયો તો અધિકારીઓને કેમ જાણ ન થઈ તે અંગે ખુલાસો માગવામાં આવ્યો છે.

રાજકોટમાં આર.કે.ગ્રુપ બિલ્ડરના કૌભાંડમાં તપાસ

રાજકોટના નામાંકિત આર.કે.ગ્રુપ બિલ્ડરના સમગ્ર કૌભાંડ મામલે હવે મનપા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. મનપાની ટીમ દ્વારા RK પ્રાઈમ બિલ્ડિંગ ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આર.કે ગ્રુપના બિલ્ડર્સ દ્વારા પાર્કિંગ વેચવાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો હતો. બાલાજી હોલ સામે 150 ફૂટ રીંગ રોડ ઉપર આર.કે.પ્રાઈમ બે બિલ્ડીંગના ઓફિસધારકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી પણ ગુનોના નોંધાતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પાર્કિંગ વેચી ગેરકાયદેસર રકમ ઉઘરાવી ફ્રોડ કરવા અને ખોટી વિગતો વાળા દસ્તાવેજોના આધારે મિલકત વેચાણ કરી હોવાનો આરોપ લાગ્યો હતો. ટુ વ્હીલરનું પાર્કિંગ ટેરેસમાં બતાવ્યું છે, પરંતુ આવી કોઈ સુવિધા નથી.