Rajkotમાં 3 કરોડની છેતરપિંડી કેસમાં ચીટર વી.પી.સ્વામીને જેલ હવાલે કરાયો
રાજકોટમાં 3 કરોડની છેતરપિંડી કેસમાં વી.પી.સ્વામીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.જૂનાગઢના વી.પી.સ્વામીના રિમાંડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો છે.પોઈચા જેવું મંદિર અને ગૌશાળા બનાવવાનું કહીને રૂપિયા પડાવ્યા હતા અને તે પરત નહી કરીને છેતરપિંડી આચરી હતી,કોર્ટ દ્વારા વી.પી.સ્વામીને જેલ હવાલે કરવાનો આદેશ કરાયો છે.મુખ્ય સૂત્રધારની કરાઈ ધરપકડ જૂનાગઢના સ્વામી વિજય પ્રકાશ ઉર્ફ વી.પી સ્વામીની ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે,રાજકોટમાં જશ્મીન માંઢક સાથે રૂપિયા 3 કરોડની છેતરપિંડી કરાઈ છે.વી.પી સ્વામીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે તેમજ તેમના રિમાંન્ડની પણ માગ કરવામાં આવશે.સ્વામિનારાયણ સંપ્રદાયનાં ચાર સ્વામી સહિતની ટોળખી સામે મંદિર અને ગૌશાળાની ખરીદી કરવાના નામે રૂા. ૩.૦૪ કરોડની છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે. મંદિર બનાવવાના નામે રૂપિયા લીધા સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ વી.પી. સ્વામી (વિજય પ્રકાશ સ્વામી) જે.કે. સ્વામી (જયકૃષ્ણ) એમ.પી. સ્વામી અને વી.પી. સ્વામી સહિત લાલજી ઢોલા, સુરેસ, ભુપેન્દ્ર અને વિભસિંહ નામના શખ્સો વિરુધ્ધ રાજકોટનાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ રૂા. ૩.૦૪ કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં આ શખ્સોએ પોઈચા જેવું મંદિર બનાવવાના નામે મોટુ વળતર મળશે તેવી લાલચ આપીને જમીનની ખરીદી કરી હતી. જાણો કઈ રીતે આચરી ઠગાઈ બીજી તરફ રાજકીય પીઠબળ હેઠળ આ કેસમાં ભીનું સંકેલી લેવા સ્થાનિક પોલીસ પાસેથી તપાસ લઇ એજન્સીને સોપી દેવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. રાજકોટમાં રહેતા જસ્મીન માઢકએ ગત 23 ઓગષ્ટના રોજ ભક્તિનગર પોલીસમાં જુનાગઢના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, ભરૂચના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી ઢોલા, સુરેશ ઘોરી, ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને વિજયસિહ ચૌહાણ સામે 3 કરોડની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત લોકોએ દેહગામ પાસે 510 વીઘા જમીન ઉપર પોઈચા જેવું મંદિર અને ગૌશાળા બનાવવા માંગતા હોય વેપારી તરીકે તમે જાવ તો ફાયદો થશે અને રોકાણ કરશો તો સારું વળતર મળશે તેમ કહી ઠગાઈ આચરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં 3 કરોડની છેતરપિંડી કેસમાં વી.પી.સ્વામીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.જૂનાગઢના વી.પી.સ્વામીના રિમાંડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો છે.પોઈચા જેવું મંદિર અને ગૌશાળા બનાવવાનું કહીને રૂપિયા પડાવ્યા હતા અને તે પરત નહી કરીને છેતરપિંડી આચરી હતી,કોર્ટ દ્વારા વી.પી.સ્વામીને જેલ હવાલે કરવાનો આદેશ કરાયો છે.
મુખ્ય સૂત્રધારની કરાઈ ધરપકડ
જૂનાગઢના સ્વામી વિજય પ્રકાશ ઉર્ફ વી.પી સ્વામીની ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે,રાજકોટમાં જશ્મીન માંઢક સાથે રૂપિયા 3 કરોડની છેતરપિંડી કરાઈ છે.વી.પી સ્વામીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે તેમજ તેમના રિમાંન્ડની પણ માગ કરવામાં આવશે.સ્વામિનારાયણ સંપ્રદાયનાં ચાર સ્વામી સહિતની ટોળખી સામે મંદિર અને ગૌશાળાની ખરીદી કરવાના નામે રૂા. ૩.૦૪ કરોડની છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે.
મંદિર બનાવવાના નામે રૂપિયા લીધા
સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ વી.પી. સ્વામી (વિજય પ્રકાશ સ્વામી) જે.કે. સ્વામી (જયકૃષ્ણ) એમ.પી. સ્વામી અને વી.પી. સ્વામી સહિત લાલજી ઢોલા, સુરેસ, ભુપેન્દ્ર અને વિભસિંહ નામના શખ્સો વિરુધ્ધ રાજકોટનાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ રૂા. ૩.૦૪ કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં આ શખ્સોએ પોઈચા જેવું મંદિર બનાવવાના નામે મોટુ વળતર મળશે તેવી લાલચ આપીને જમીનની ખરીદી કરી હતી.
જાણો કઈ રીતે આચરી ઠગાઈ
બીજી તરફ રાજકીય પીઠબળ હેઠળ આ કેસમાં ભીનું સંકેલી લેવા સ્થાનિક પોલીસ પાસેથી તપાસ લઇ એજન્સીને સોપી દેવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. રાજકોટમાં રહેતા જસ્મીન માઢકએ ગત 23 ઓગષ્ટના રોજ ભક્તિનગર પોલીસમાં જુનાગઢના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, ભરૂચના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી ઢોલા, સુરેશ ઘોરી, ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને વિજયસિહ ચૌહાણ સામે 3 કરોડની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત લોકોએ દેહગામ પાસે 510 વીઘા જમીન ઉપર પોઈચા જેવું મંદિર અને ગૌશાળા બનાવવા માંગતા હોય વેપારી તરીકે તમે જાવ તો ફાયદો થશે અને રોકાણ કરશો તો સારું વળતર મળશે તેમ કહી ઠગાઈ આચરી હતી.