Rajkotમાં બિલ્ડરની દાદાગીરી, મંજૂરી વગર સિંચાઈનગરના વૃક્ષોનું કર્યું નિકંદન
રાજકોટમાં બિલ્ડરની દાદાગીરી સામે આવી. બિલ્ડરે મંજૂરી લીધા વગર સિંચાઈનગરના વૃક્ષો કાપી નાખ્યા. મોડી રાત્રે બિલ્ડરના માણસોએ ફૂટપાથ ઉપર ટ્રી-ગાર્ડમાં ઉછરેલા વૃક્ષો કાપતા સ્થાનિકોએ વિરોધ કર્યો. મંજૂરી વગર બિલ્ડરે વૃક્ષ કાપતા RMC દ્વારા નોટિસ ફટકારવામાં આવી.શહેરના સિંચાઈ નગર વિસ્તારમાં આવેલ સદભાવના વૃદ્ધાશ્રમના વૃદ્ધો પર્યાવરણ પ્રેમી છે. વૃધ્ધાક્ષમના વૃદ્ધો દ્વારા આસપાસના વિસ્તારમાં આવેલ વૃક્ષોનું ખૂબ જતન કરવામાં આવે છે. પરંતુ ગત મોડી રાત્રે આર.કે. બિલ્ડરના માણસો સિંચાઈ નગરના વૃક્ષો કાપવા લાગ્યા.ફૂટપાથ ઉપર ટ્રી-ગાર્ડમાં ઉછરેલા વૃક્ષો કપાતા વૃદ્ધો રોષે ભરાયા હતા. વૃક્ષો કાપનાર માણસોને સરકારની મંજૂરી છે કે નહીં તેને લઈને પૂછપરછ કરવામાં આવી. વૃક્ષો કાપનાર માણસોએ આ બાબતે ગલ્લાં તલ્લાં કરવા લાગતા સ્થાનિકો દ્વારા વૃક્ષ કાપતા રોકવામાં આવ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપવૃક્ષો કાપી નાખવા મામલે સ્થાનિકોનો આક્ષેપ છે કે આર.કે.બિલ્ડરે પોતાના લાભ માટે વૃક્ષોની કતલે આમ કરી. બિલ્ડરે મોડી રાતના અંધારામાં ફૂટપાથ ઉપર ટ્રી ગાર્ડના વૃક્ષોનું નિકંદન કાઢ્યું. સરકારની મંજૂરી ના હોવાથી જ બિલ્ડરના માણસો મોડી રાત્રે 11. વાગે વૃક્ષ કાપવા આવ્યા હતા.જો કે અમારું ધ્યાન જતાં જ વૃક્ષનું જતન કરનાર સદભાવના સંસ્થાને જાણ કરી.કારણ કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જ આ વૃક્ષોનો ઉછેર કરાયો હતો. બિલ્ડરને નોટીસબિલ્ડરની દાદાગીરીને લઈને સ્થાનિકો સહિત સદભાવનાના વૃદ્ધો રોષે ભરાયા હતા.શહેરમાં કોઈપણ જગ્યાએ ઝાડ કાપવું હોય તો કોર્પોરેશનની મંજૂરી લેવી પડે છે છતાં પણ આર.કે બિલ્ડર દ્વારા મંજૂરી લીધા વગર જ ઝાડ કાપી નખાયા. સ્થાનિકોએ માંગ કરી છે કે બિલ્ડર દ્વારા વૃક્ષોનું વધુ વાવેતર કરવામાં આવે.કોર્પોરેશન દ્વારા આર કે બિલ્ડર સામે કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી. સ્થાનિકોની ઉગ્ર ફરિયાદ બાદ RMCએ RK બિલ્ડર સામે કાર્યવાહી કરતાં 7 દિવસમાં ખુલાસો કરવાની નોટિસ ફટકારી.કોઈ પણ નડતર ન હોવા છતાં વૃક્ષોનું છેદન કેમ કરવામાં આવ્યું. બિલ્ડર દ્વારા 3 બોરસલી અને 2 લીમડાના વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું. બિલ્ડર વિરુદ્ધ 'સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન' અન્વયે કાર્યવાહી કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં બિલ્ડરની દાદાગીરી સામે આવી. બિલ્ડરે મંજૂરી લીધા વગર સિંચાઈનગરના વૃક્ષો કાપી નાખ્યા. મોડી રાત્રે બિલ્ડરના માણસોએ ફૂટપાથ ઉપર ટ્રી-ગાર્ડમાં ઉછરેલા વૃક્ષો કાપતા સ્થાનિકોએ વિરોધ કર્યો. મંજૂરી વગર બિલ્ડરે વૃક્ષ કાપતા RMC દ્વારા નોટિસ ફટકારવામાં આવી.
શહેરના સિંચાઈ નગર વિસ્તારમાં આવેલ સદભાવના વૃદ્ધાશ્રમના વૃદ્ધો પર્યાવરણ પ્રેમી છે. વૃધ્ધાક્ષમના વૃદ્ધો દ્વારા આસપાસના વિસ્તારમાં આવેલ વૃક્ષોનું ખૂબ જતન કરવામાં આવે છે. પરંતુ ગત મોડી રાત્રે આર.કે. બિલ્ડરના માણસો સિંચાઈ નગરના વૃક્ષો કાપવા લાગ્યા.ફૂટપાથ ઉપર ટ્રી-ગાર્ડમાં ઉછરેલા વૃક્ષો કપાતા વૃદ્ધો રોષે ભરાયા હતા. વૃક્ષો કાપનાર માણસોને સરકારની મંજૂરી છે કે નહીં તેને લઈને પૂછપરછ કરવામાં આવી. વૃક્ષો કાપનાર માણસોએ આ બાબતે ગલ્લાં તલ્લાં કરવા લાગતા સ્થાનિકો દ્વારા વૃક્ષ કાપતા રોકવામાં આવ્યા હતા.
સ્થાનિકોનો આક્ષેપ
વૃક્ષો કાપી નાખવા મામલે સ્થાનિકોનો આક્ષેપ છે કે આર.કે.બિલ્ડરે પોતાના લાભ માટે વૃક્ષોની કતલે આમ કરી. બિલ્ડરે મોડી રાતના અંધારામાં ફૂટપાથ ઉપર ટ્રી ગાર્ડના વૃક્ષોનું નિકંદન કાઢ્યું. સરકારની મંજૂરી ના હોવાથી જ બિલ્ડરના માણસો મોડી રાત્રે 11. વાગે વૃક્ષ કાપવા આવ્યા હતા.જો કે અમારું ધ્યાન જતાં જ વૃક્ષનું જતન કરનાર સદભાવના સંસ્થાને જાણ કરી.કારણ કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જ આ વૃક્ષોનો ઉછેર કરાયો હતો.
બિલ્ડરને નોટીસ
બિલ્ડરની દાદાગીરીને લઈને સ્થાનિકો સહિત સદભાવનાના વૃદ્ધો રોષે ભરાયા હતા.શહેરમાં કોઈપણ જગ્યાએ ઝાડ કાપવું હોય તો કોર્પોરેશનની મંજૂરી લેવી પડે છે છતાં પણ આર.કે બિલ્ડર દ્વારા મંજૂરી લીધા વગર જ ઝાડ કાપી નખાયા. સ્થાનિકોએ માંગ કરી છે કે બિલ્ડર દ્વારા વૃક્ષોનું વધુ વાવેતર કરવામાં આવે.
કોર્પોરેશન દ્વારા આર કે બિલ્ડર સામે કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી. સ્થાનિકોની ઉગ્ર ફરિયાદ બાદ RMCએ RK બિલ્ડર સામે કાર્યવાહી કરતાં 7 દિવસમાં ખુલાસો કરવાની નોટિસ ફટકારી.કોઈ પણ નડતર ન હોવા છતાં વૃક્ષોનું છેદન કેમ કરવામાં આવ્યું. બિલ્ડર દ્વારા 3 બોરસલી અને 2 લીમડાના વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું. બિલ્ડર વિરુદ્ધ 'સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન' અન્વયે કાર્યવાહી કરવામાં આવશે.