Rajkotમાં પણ BZ ગ્રૂપ જેવું કરોડોનું કૌભાંડ ! તાળા મારી સંચાલકો ફરાર

Jan 18, 2025 - 11:30
Rajkotમાં પણ BZ ગ્રૂપ જેવું કરોડોનું કૌભાંડ ! તાળા મારી સંચાલકો ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

એક તરફ ગુજરાતમાં હાલમાં બીઝેડ ગ્રૂપના કૌંભાડની ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે અને સીઆઈડી ક્રાઈમ આ ઘટનાને લઈ તપાસ કરી રહી છે,હજી એક કૌંભાડને તો લોકો ભુલી નથી શકયા ત્યાં બીજું કૌંભાંડ સામે આવ્યું હોય તેવી ગંધ રાજકોટમાં વર્તાઈ છે,બ્લોકઆરા કંપનીએ 300 કરોડનું પોન્ઝી કૌભાંડ કર્યુ હોવાના આક્ષેપો અરજદાર દ્વારા કરવામા આવી રહ્યાં છે.

રાજકોટ પોલીસ કમિશનરને કરી અરજી

સમગ્ર ઘટનામાં વાત સામે આવી છે કે,રાજકોટની બ્લોકઆરા કંપની દ્વારા કરોડો રૂપિયાનું કૌંભાડ આચરવામાં આવ્યું છે જેમાં ભોગ બનનારાઓએ 8000 લોકોના નાણાં ફસાયા હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે અને તે લોકોએ પોલીસ કમિશનરને રજૂઆત પણ કરી છે,રોકાણકારો દ્વારા 4 લાખના રોકાણ સામે રોજ 4 હજાર વળતરની લાલચ આપવામાં આવતી હોવાનો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે તો હાલમાં સંચાલકો પણ ફરાર થઈ ગયા છે.

કંપનીને તાળા મારી સંચાલકો ફરાર

સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો પોલીસ કમિશનરે પણ આ બાબતને લઈ તપાસના આદેશ આપ્યા છે સાથે સાથે કંપનીના સંચાલકો દ્વારા રૂપિયા આપવાનું બંધ કર્યુ ત્યારે અરજદારો કંપની પર ગયા ત્યારે વાત સામે આવી કે સંચાલકો તો કંપની બંધ કરીને ફરાર થઈ ગયા છે,આ કૌભાંડમાં ભોગ બનનાર રાજકોટના મુલતાની મોહસીન રસીદભાઈ નામના અરજદારે કરી પોલીસ કમિશનરમાં અરજી કરી છે અને સુરતના કોઈ પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો છે.

કંપની ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવતી

જેમાં બ્લોક ઓરા કંપનીના TBAC કોઈનમાં રોકાણ કરવાની સ્કીમ જણાવી હતી. આ આ સ્કીમમાં રોકાણ કરવાથી રોજ સારું વળતર મળે છે. ત્યારબાદ કંપનીની ઝુમ મીટીંગ તથા મુંબઈ સ્થિત સાહારા સ્ટાર હોટલમાં યોજેલ મોટી મિટીંગના વીડિયો બતાવ્યો હતો. આ બાદ અનેક લોકોએ તેમની સ્કીમમાં રોકાણ કર્યું હતું. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0