Rajkotમાં ખાનગી કંપનીનો સેલ્સ એક્સિક્યુટીવ રૂપિયા 30 હજારની લાંચ લેતા ઝડપાયો

રાજકોટમાં સ્પેસીફીક ફાયર પ્રોટેક્શન લિમીટેડ કંપનીમાં કામ કરતો સેલ્સ એક્સિક્યુટીવ કૌશીક પીપરોતર એસીબીના હાથે રૂપિયા 30 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો છે.ફાયર એનઓસી મેળવવા માટે રાજકોટ ફાયર ઓફિસમાં સંપર્ક છે તેમ કહી લાંચની રકમ માંગી હતી,ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા જેને લઈ એસીબીનો સંપર્ક કર્યો હતો. જાણો શું છે કેસ આ કામના ફરિયાદીને પ્રોપર્ટી એક્સપો ૨૦૨૪ માટે ટેમ્પરરી ડોમનું નિર્માણ કરવાનું હોય જે માટે તેમને ફાયર એનઓસી મેળવવી જરૂરી હતી. આરોપી સેલ્સ એક્સિક્યુટીવએ સંપર્ક કરી જણાવેલ કે પોતાની રાજકોટ ફાયર વિભાગમાં એનઓસી એપ્રુવ કરનારા અધિકારીઓ સાથે સંબઘ છે અને ફરિયાદીને જો એનઓસી મંજૂર કરાવવી હોય તો તેણે કાયદેસરની ફી ઉપરાંત ૩૦,૦૦૦/- પોતાને ચૂકવવા પડશે જેથી તે રાજકોટ કોર્પોરેશનના ફાયર વિભાગમા નાણાકીય વ્યવહાર કરી આ કામ કરાવી આપશે . ફરિયાદી લાંચ આપવા માગતા ન હતા જે લાંચની રકમ આ ફરીયાદી આપવા માંગતા ન હતા જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરતા આ કામે ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવાયેલા લાંચના છટકા દરમિયાન સરકારી કામ કરાવવાના અવેજ પેટે આ કામના ફરીયાદી પાસે રૂ.૩૦,૦૦૦/- ની ગેરકાયદેસર માંગણી કરેલ લાંચના નાણાં સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુનો સાબિત કર્યો હતો. અધિકારીઓ સામે લેવાયા પગલા ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે. કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.  

Rajkotમાં ખાનગી કંપનીનો સેલ્સ એક્સિક્યુટીવ રૂપિયા 30 હજારની લાંચ લેતા ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં સ્પેસીફીક ફાયર પ્રોટેક્શન લિમીટેડ કંપનીમાં કામ કરતો સેલ્સ એક્સિક્યુટીવ કૌશીક પીપરોતર એસીબીના હાથે રૂપિયા 30 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો છે.ફાયર એનઓસી મેળવવા માટે રાજકોટ ફાયર ઓફિસમાં સંપર્ક છે તેમ કહી લાંચની રકમ માંગી હતી,ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા જેને લઈ એસીબીનો સંપર્ક કર્યો હતો.

જાણો શું છે કેસ

આ કામના ફરિયાદીને પ્રોપર્ટી એક્સપો ૨૦૨૪ માટે ટેમ્પરરી ડોમનું નિર્માણ કરવાનું હોય જે માટે તેમને ફાયર એનઓસી મેળવવી જરૂરી હતી. આરોપી સેલ્સ એક્સિક્યુટીવએ સંપર્ક કરી જણાવેલ કે પોતાની રાજકોટ ફાયર વિભાગમાં એનઓસી એપ્રુવ કરનારા અધિકારીઓ સાથે સંબઘ છે અને ફરિયાદીને જો એનઓસી મંજૂર કરાવવી હોય તો તેણે કાયદેસરની ફી ઉપરાંત ૩૦,૦૦૦/- પોતાને ચૂકવવા પડશે જેથી તે રાજકોટ કોર્પોરેશનના ફાયર વિભાગમા નાણાકીય વ્યવહાર કરી આ કામ કરાવી આપશે .

ફરિયાદી લાંચ આપવા માગતા ન હતા

જે લાંચની રકમ આ ફરીયાદી આપવા માંગતા ન હતા જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરતા આ કામે ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવાયેલા લાંચના છટકા દરમિયાન સરકારી કામ કરાવવાના અવેજ પેટે આ કામના ફરીયાદી પાસે રૂ.૩૦,૦૦૦/- ની ગેરકાયદેસર માંગણી કરેલ લાંચના નાણાં સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુનો સાબિત કર્યો હતો.

અધિકારીઓ સામે લેવાયા પગલા

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.