Rajkotમાં ઉત્તરાયણના દિવસે 1 બાળક સહિત 2 યુવાનના મોત
રાજકોટમાં ઉત્તરાયણના દિવસે 3 લોકોના મોત થયા. શહેરમાં ઉત્તરાયણ તહેવારના દિવસે જુદા જુદા સ્થાન પર મોત બનવાની ઘટના સામે આવી. ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા બાળક તેમજ યુવાન પણ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા.ઉત્તરાયણ તહેવારના પ્રથમ દિવસે પતંગ ચગાવવા પડી જતા એક 10 વર્ષીય બાળકનું મોત નિપજયું. જ્યારે અન્ય ઘટનામાં એક યુવાનને દોરી વાગતાં અને બીજો યુવાન નીચે પટકાતા જ ઘાયલ થયો અને ઇજાને પગલે મૃત્યુ પામ્યો.દોરી અને પતંગ બન્યા જીવલેણરાજ્યમાં બાળકો અને યુવાનનો મનગમતા તહેવાર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. પરંતુ પતંગ ચગાવવામાં ભાન ભૂલતા અને બેધ્યાન રહેતા એક બાળક અને 2 યુવાનો અકસ્માતનો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2 યુવાન અને 1 બાળકનું મોત થયું. પતંગ અને દોરા બાળકો અને યુવાન માટે જીવલેણ સાબિત થયા. પતંગ ચગાવતા પડી જતા બાળકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. જ્યારે એક યુવાન ધાબા પર પતંગ ચગાવવાની ઉજવણી કરવા દરમ્યાન ત્યારે સહેજ બેધ્યાન થતા બીજા માળથી પટકાયો. ગંભીર ઇજાને પગલે યુવાનનું મોત નિપજયું. શહેરમાં અન્ય એક બનાવમાં 28 વર્ષીય યુવાન માટે પતંગની દોરી યમરાજ સાબિત થઈ. 28 વર્ષીય યુવાનનું પતંગની દોરીના કારણે મોત થયું. ઇમરજન્સીમાં 50થી વધુ લોકોએ સારવાર લીધીઉત્તરાયણ તહેવારના પ્રથમ દિવસે જ રાજકોટમાં ઇમરજન્સીમાં 50થી વધુ લોકોએ સારવાર લીધી.જોકે ગઈકાલે પતંગના દોરાથી એક યુવાનનું મોત થયું છે.જયારે મીરા ઉદ્યોગ નગરમાં અયાન ખાન પઠાણ નું બીજા માળેથી પટકાતા મોત થયું.ઘંટેશ્વરમાં બીજા માળે પતંગ લેવા જતા પટકાઈ જવાથી થયું 10 વર્ષના કશ્યપ નામના બાળક નું મોત થયું. છેલ્લા 24 કલાકમાં દોરી વાગવા અને નીચ પટાકાવાના કારણે અનેક લોકો ઘાયલ થયા. દોરા અને પતંગના કારણે લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી. હોસ્પિટલમાં 50થી વધારે લોકોએ સારવાર લીધી. આજે વાસી ઉત્તરાયણનો બીજો દિવસ છે. ત્યારે શહેરમાં બનેલ મોતના બનાવ અને ઇજાની ગંભીર ઘટનાને લીધે તંત્ર દ્વારા આજે વધુ સતર્કતા રાખવામાં આવશે.નાગરિકોની સુરક્ષાને લઈને ઉત્તરાયણ તહેવાર પર જાહેરનામું બહાર પડાયું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં ઉત્તરાયણના દિવસે 3 લોકોના મોત થયા. શહેરમાં ઉત્તરાયણ તહેવારના દિવસે જુદા જુદા સ્થાન પર મોત બનવાની ઘટના સામે આવી. ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા બાળક તેમજ યુવાન પણ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા.ઉત્તરાયણ તહેવારના પ્રથમ દિવસે પતંગ ચગાવવા પડી જતા એક 10 વર્ષીય બાળકનું મોત નિપજયું. જ્યારે અન્ય ઘટનામાં એક યુવાનને દોરી વાગતાં અને બીજો યુવાન નીચે પટકાતા જ ઘાયલ થયો અને ઇજાને પગલે મૃત્યુ પામ્યો.
દોરી અને પતંગ બન્યા જીવલેણ
રાજ્યમાં બાળકો અને યુવાનનો મનગમતા તહેવાર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. પરંતુ પતંગ ચગાવવામાં ભાન ભૂલતા અને બેધ્યાન રહેતા એક બાળક અને 2 યુવાનો અકસ્માતનો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2 યુવાન અને 1 બાળકનું મોત થયું. પતંગ અને દોરા બાળકો અને યુવાન માટે જીવલેણ સાબિત થયા. પતંગ ચગાવતા પડી જતા બાળકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. જ્યારે એક યુવાન ધાબા પર પતંગ ચગાવવાની ઉજવણી કરવા દરમ્યાન ત્યારે સહેજ બેધ્યાન થતા બીજા માળથી પટકાયો. ગંભીર ઇજાને પગલે યુવાનનું મોત નિપજયું. શહેરમાં અન્ય એક બનાવમાં 28 વર્ષીય યુવાન માટે પતંગની દોરી યમરાજ સાબિત થઈ. 28 વર્ષીય યુવાનનું પતંગની દોરીના કારણે મોત થયું.
ઇમરજન્સીમાં 50થી વધુ લોકોએ સારવાર લીધી
ઉત્તરાયણ તહેવારના પ્રથમ દિવસે જ રાજકોટમાં ઇમરજન્સીમાં 50થી વધુ લોકોએ સારવાર લીધી.જોકે ગઈકાલે પતંગના દોરાથી એક યુવાનનું મોત થયું છે.જયારે મીરા ઉદ્યોગ નગરમાં અયાન ખાન પઠાણ નું બીજા માળેથી પટકાતા મોત થયું.ઘંટેશ્વરમાં બીજા માળે પતંગ લેવા જતા પટકાઈ જવાથી થયું 10 વર્ષના કશ્યપ નામના બાળક નું મોત થયું. છેલ્લા 24 કલાકમાં દોરી વાગવા અને નીચ પટાકાવાના કારણે અનેક લોકો ઘાયલ થયા. દોરા અને પતંગના કારણે લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી. હોસ્પિટલમાં 50થી વધારે લોકોએ સારવાર લીધી. આજે વાસી ઉત્તરાયણનો બીજો દિવસ છે. ત્યારે શહેરમાં બનેલ મોતના બનાવ અને ઇજાની ગંભીર ઘટનાને લીધે તંત્ર દ્વારા આજે વધુ સતર્કતા રાખવામાં આવશે.નાગરિકોની સુરક્ષાને લઈને ઉત્તરાયણ તહેવાર પર જાહેરનામું બહાર પડાયું હતું.