Rajkotના ધોરાજીમાં વરસાદે સર્જી તારાજી, હજારો વીઘા જમીનમાં પાકને નુકસાન
ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા તાત લાચાર સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી માગ ખેડૂતોના પાકને ભારે માત્રામાં થયું નુકસાન ધોરાજી પંથકમા થોડાક દિવસોથી ધોધમાર વરસાદ પડી રહયો હોય અને અતિશય વરસાદ પડવાની સાથે જૂનાગઢ રોડ પરના ઘણા ખેડૂતોના ખેતરો બેટમા ફેરવાઈ ગયા હતા અને આવી કુદરતી આફતને કારણે ખેડૂત લાચાર બની ગયો હતો,મોંઘા બિયરણ સાથે પાકનું વાવેતર કર્યુ હતુ,પરંતુ ભારે માત્રામાં વરસાદ વરસતા ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા. ખેડૂત બન્યો લાચાર મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ અને ખેત મજુરી અને ખેડૂતને સિઝનમા સારી ઉપજ થાય તે માટે વિવિધ પ્રકારનુ વાવેતર કર્યુ હતું પણ કુદરત ને આ મંજુર નહી હોય અને ધોધમાર વરસાદ સતત વરસી રહયો હોય અને ખેડૂતના ખેતરો બેટમા ફેરવાઈ ગયા હોવાથી ખેડૂત ખેતરમાં માવજત કરવા જઈ શકયો નથી અને સતત વરસાદના કારણે પાકને જીવતદાન નહી પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.કુદરતના આ મારથી ખેડૂત લાચાર થયો છે. સરકાર સહાચ ચૂકવે તેની આશા રાખી બેઠા છે ખેડૂતો નુકસાનીનુ જતન નહી થવાથી ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો રાજ્ય સરકાર પાસે આશ રાખીને બેઠા છે તકે જલદીથી પાક નુકસાનનું વળતર મળે.પાકોમા નુકસાનીદર વર્ષે કરીને ખેડૂતોની કમર તૂટી ગયેલ છે પડતા ઉપર પાટુ લાગેલ છે તેની પાસે નવુ વાવેતર કરવા માટે નાણા બચ્યા નથી એટલે સરકાર તાત્કાલિક અસર થી સહાય ચુકવાય તેવી માંગ ખેડૂતો કરી રહયા છે. ધોરાજીમાં ભારે વરસાદ ધોરાજીમાં ભારે વરસાદ વરસ્યો હતો.ચાર દિવસમાં 8 ઈંચ વરસાદ વરસતા ખેડૂતોની હાલત દયનીય બની છે,ખેતરોમાં અડધા ફૂટ થી પણ વધારે પાણી ભરાઈ ગયા છે.આ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું.આ વિસ્તારના ભાદર-2 અને ફોફળ ડેમ ઓવરફલો થયા છે. નદી-નાળાઓમાં ઘોડાપુર આવેલ છે. વરસાદ અને ભારે પવનથી કપાસ અને સોયાબીનનો પાક જમીનદોસ્ત થઇ ગયેલ છે. ખેડુતોને વ્યાપક નુકસાન થયેલ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા તાત લાચાર
- સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી માગ
- ખેડૂતોના પાકને ભારે માત્રામાં થયું નુકસાન
ધોરાજી પંથકમા થોડાક દિવસોથી ધોધમાર વરસાદ પડી રહયો હોય અને અતિશય વરસાદ પડવાની સાથે જૂનાગઢ રોડ પરના ઘણા ખેડૂતોના ખેતરો બેટમા ફેરવાઈ ગયા હતા અને આવી કુદરતી આફતને કારણે ખેડૂત લાચાર બની ગયો હતો,મોંઘા બિયરણ સાથે પાકનું વાવેતર કર્યુ હતુ,પરંતુ ભારે માત્રામાં વરસાદ વરસતા ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા.
ખેડૂત બન્યો લાચાર
મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ અને ખેત મજુરી અને ખેડૂતને સિઝનમા સારી ઉપજ થાય તે માટે વિવિધ પ્રકારનુ વાવેતર કર્યુ હતું પણ કુદરત ને આ મંજુર નહી હોય અને ધોધમાર વરસાદ સતત વરસી રહયો હોય અને ખેડૂતના ખેતરો બેટમા ફેરવાઈ ગયા હોવાથી ખેડૂત ખેતરમાં માવજત કરવા જઈ શકયો નથી અને સતત વરસાદના કારણે પાકને જીવતદાન નહી પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.કુદરતના આ મારથી ખેડૂત લાચાર થયો છે.
સરકાર સહાચ ચૂકવે તેની આશા રાખી બેઠા છે ખેડૂતો
નુકસાનીનુ જતન નહી થવાથી ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો રાજ્ય સરકાર પાસે આશ રાખીને બેઠા છે તકે જલદીથી પાક નુકસાનનું વળતર મળે.પાકોમા નુકસાનીદર વર્ષે કરીને ખેડૂતોની કમર તૂટી ગયેલ છે પડતા ઉપર પાટુ લાગેલ છે તેની પાસે નવુ વાવેતર કરવા માટે નાણા બચ્યા નથી એટલે સરકાર તાત્કાલિક અસર થી સહાય ચુકવાય તેવી માંગ ખેડૂતો કરી રહયા છે.
ધોરાજીમાં ભારે વરસાદ
ધોરાજીમાં ભારે વરસાદ વરસ્યો હતો.ચાર દિવસમાં 8 ઈંચ વરસાદ વરસતા ખેડૂતોની હાલત દયનીય બની છે,ખેતરોમાં અડધા ફૂટ થી પણ વધારે પાણી ભરાઈ ગયા છે.આ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું.આ વિસ્તારના ભાદર-2 અને ફોફળ ડેમ ઓવરફલો થયા છે. નદી-નાળાઓમાં ઘોડાપુર આવેલ છે. વરસાદ અને ભારે પવનથી કપાસ અને સોયાબીનનો પાક જમીનદોસ્ત થઇ ગયેલ છે. ખેડુતોને વ્યાપક નુકસાન થયેલ છે.