Rajkotના જેતપુરમાં નવા આધારકાર્ડની કામગીરી ખોરંભાઈ, લોકોને હેરાન થવાનો વારો આવ્યો

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં નવા આધારકાર્ડ કાઢવાની કામગીરીમાં એકથી પાંચ વર્ષ સુધીના બાળકોના આધારકાર્ડ કાઢવાની કામગીરી સદંતર બંધ થઈ ગઈ છે.૧૮ વર્ષથી ઉપરના વયસ્કોને રાજકોટ જવાનું તેમજ પાંચ વર્ષથી ઉપરના લોકોના આધારકાર્ડના અપડેટમાં પણ ટેકનીકલ ખામીને કારણે રિજેકશન થતું હોય છે.લોકોને આધારકાર્ડ કઢાવવા માટે રોજગાર ધંધા બંધ રાખી અપડેટ માટે કલાકો સુધી રાહ જોઇને ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. આધારકાર્ડની કામગીરીમાં લોકોને હાલાકી આધારકાર્ડને સરકારે લોકોના શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે જોડી દીધું એવું કહીએ તો પણ અતિશયોક્તિ ન કહેવાય. લોકોને કોઈ પણ કામ હોય આધારકાર્ડ જોઈએ જ. બાળકનો જન્મ થાય તો ટિકકાકરણથી કોઈનું મરણ થાય તો મરણના દાખલા સુધી આધારકાર્ડની જરૂરીયાત જરૂરી છે. પરંતુ આધારકાર્ડ કઢાવવાની સુવિધા આપવમાં સરકાર ક્યાંકને ક્યાંક વામણી પુરવાર થઇ છે.જેતપુર શહેરમાં તાલુકા પંચાયત કચેરી ખાતે એકથી પાંચ વર્ષના બાળકોના આધારકાર્ડ કાઢવામાં આવતા હતા. પરંતુ આધારકાર્ડ ઓપરેટરનું લાયસન્સ સસ્પેન્ડ થતા બાળકોના આધારકાર્ડ કાઢવાની કામગીરી સદંતર બંધ થઈ ગઈ. આધારકાર્ડે મુશ્કેલી સર્જી સરકારની બાળકો માટેની જુદી જુદી યોજનાઓનો લાભ ખોરંભે પડી ગયો છે. વ્હાલી દીકરી યોજનામાં બાળકનું આધારકાર્ડ ફરજીયાત હોય વાલીઓ આધારકાર્ડ વગર આવા ફોર્મ ભરી શકતા નથી. જ્યારે પોસ્ટ ઓફીસ અને તાલુકા સેવાસદન ખાતે પાંચ વર્ષથી અઢાર વર્ષની ઉંમરના લોકો માટે આધારકાર્ડ કાઢવામાં આવી રહ્યા છે. તેમાં છેલ્લા દસ દિવસથી ટેકનીકલ ખામી સર્જાઈ હોવાથી મોટા ભાગના આધારકાર્ડ તેમજ આધારકાર્ડમાં અપડેશનની કામગીરી રિજેક્શન થાય છે. રોજગારી બંધ કરીને ધક્કા ખાવાનો વારો આવ્યો સંતાનોના આધારકાર્ડ કઢાઢવવા વાલીઓ રોજગારીમાં રજા રાખતા હોય તેમાં એક બે દિવસે માંડમાંડ વારો આવે અને તેમાં ટેકનીકલ ખામીને કારણે રિજેક્ટ થાય ત્યારે વાલીઓને સહન કર્યા સિવાય કોઈ છૂટકો જ નથી.જ્યારે અઢાર વર્ષની ઉપરના વયના આધારકાર્ડથી વંચિત લોકોની આધારકાર્ડ કાઢવાની કામગીરી સરકારે જ તાલુકા કક્ષાએ બંધ કરી દીધી છે.જેથી પુખ્ત ઉંમરના અમીર કે ગરીબ કોઈ વ્યક્તિને આધારકાર્ડ કાઢવવા જીલ્લા મથક રાજકોટ જવું પડે છે. 80 કિમી દૂર જઉં પડે છે જીલ્લા મથક જેતપુરથી 80 કિમી જેટલું દૂર હોય લોકોને પાંચસો રૂપિયા ટિકીટ ભાડું ખર્ચી આધારકાર્ડ કાઢવવા જાય ત્યારે ત્યાં એક દિવસમાં નસીબમાં હોય તો વારો આવે નહીંતર એક બે દિવસના ધક્કા બાદ વારો આવે એટલે મજૂર વર્ગને એક બે દિવસની રોજગારી ગુમાવીને પાંચસોથી હજાર રૂપિયાનો ખર્ચો થાય જે આર્થિક રીતે પરવડે પણ નહીં.સરકારે આધારકાર્ડને દરેક યોજના સાથે જોડી તો દીધા પરંતુ નવા આધારકાર્ડ કાઢવવા માટે કિટ ન મુકતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  

Rajkotના જેતપુરમાં નવા આધારકાર્ડની કામગીરી ખોરંભાઈ, લોકોને હેરાન થવાનો વારો આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં નવા આધારકાર્ડ કાઢવાની કામગીરીમાં એકથી પાંચ વર્ષ સુધીના બાળકોના આધારકાર્ડ કાઢવાની કામગીરી સદંતર બંધ થઈ ગઈ છે.૧૮ વર્ષથી ઉપરના વયસ્કોને રાજકોટ જવાનું તેમજ પાંચ વર્ષથી ઉપરના લોકોના આધારકાર્ડના અપડેટમાં પણ ટેકનીકલ ખામીને કારણે રિજેકશન થતું હોય છે.લોકોને આધારકાર્ડ કઢાવવા માટે રોજગાર ધંધા બંધ રાખી અપડેટ માટે કલાકો સુધી રાહ જોઇને ધરમના ધક્કા ખાઈ રહ્યા છે.

આધારકાર્ડની કામગીરીમાં લોકોને હાલાકી

આધારકાર્ડને સરકારે લોકોના શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે જોડી દીધું એવું કહીએ તો પણ અતિશયોક્તિ ન કહેવાય. લોકોને કોઈ પણ કામ હોય આધારકાર્ડ જોઈએ જ. બાળકનો જન્મ થાય તો ટિકકાકરણથી કોઈનું મરણ થાય તો મરણના દાખલા સુધી આધારકાર્ડની જરૂરીયાત જરૂરી છે. પરંતુ આધારકાર્ડ કઢાવવાની સુવિધા આપવમાં સરકાર ક્યાંકને ક્યાંક વામણી પુરવાર થઇ છે.જેતપુર શહેરમાં તાલુકા પંચાયત કચેરી ખાતે એકથી પાંચ વર્ષના બાળકોના આધારકાર્ડ કાઢવામાં આવતા હતા. પરંતુ આધારકાર્ડ ઓપરેટરનું લાયસન્સ સસ્પેન્ડ થતા બાળકોના આધારકાર્ડ કાઢવાની કામગીરી સદંતર બંધ થઈ ગઈ.


આધારકાર્ડે મુશ્કેલી સર્જી

સરકારની બાળકો માટેની જુદી જુદી યોજનાઓનો લાભ ખોરંભે પડી ગયો છે. વ્હાલી દીકરી યોજનામાં બાળકનું આધારકાર્ડ ફરજીયાત હોય વાલીઓ આધારકાર્ડ વગર આવા ફોર્મ ભરી શકતા નથી. જ્યારે પોસ્ટ ઓફીસ અને તાલુકા સેવાસદન ખાતે પાંચ વર્ષથી અઢાર વર્ષની ઉંમરના લોકો માટે આધારકાર્ડ કાઢવામાં આવી રહ્યા છે. તેમાં છેલ્લા દસ દિવસથી ટેકનીકલ ખામી સર્જાઈ હોવાથી મોટા ભાગના આધારકાર્ડ તેમજ આધારકાર્ડમાં અપડેશનની કામગીરી રિજેક્શન થાય છે.

રોજગારી બંધ કરીને ધક્કા ખાવાનો વારો આવ્યો

સંતાનોના આધારકાર્ડ કઢાઢવવા વાલીઓ રોજગારીમાં રજા રાખતા હોય તેમાં એક બે દિવસે માંડમાંડ વારો આવે અને તેમાં ટેકનીકલ ખામીને કારણે રિજેક્ટ થાય ત્યારે વાલીઓને સહન કર્યા સિવાય કોઈ છૂટકો જ નથી.જ્યારે અઢાર વર્ષની ઉપરના વયના આધારકાર્ડથી વંચિત લોકોની આધારકાર્ડ કાઢવાની કામગીરી સરકારે જ તાલુકા કક્ષાએ બંધ કરી દીધી છે.જેથી પુખ્ત ઉંમરના અમીર કે ગરીબ કોઈ વ્યક્તિને આધારકાર્ડ કાઢવવા જીલ્લા મથક રાજકોટ જવું પડે છે.

80 કિમી દૂર જઉં પડે છે

જીલ્લા મથક જેતપુરથી 80 કિમી જેટલું દૂર હોય લોકોને પાંચસો રૂપિયા ટિકીટ ભાડું ખર્ચી આધારકાર્ડ કાઢવવા જાય ત્યારે ત્યાં એક દિવસમાં નસીબમાં હોય તો વારો આવે નહીંતર એક બે દિવસના ધક્કા બાદ વારો આવે એટલે મજૂર વર્ગને એક બે દિવસની રોજગારી ગુમાવીને પાંચસોથી હજાર રૂપિયાનો ખર્ચો થાય જે આર્થિક રીતે પરવડે પણ નહીં.સરકારે આધારકાર્ડને દરેક યોજના સાથે જોડી તો દીધા પરંતુ નવા આધારકાર્ડ કાઢવવા માટે કિટ ન મુકતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.