Railway News : ભાવનગર મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રહેશે પ્રભાવિત, જાણો આ છે કારણ

Mar 18, 2026 - 11:00
Railway News : ભાવનગર મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રહેશે પ્રભાવિત, જાણો આ છે કારણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે, કનકપુરા યાર્ડમાં રેલ લાઈનો વચ્ચે વધારાના કનેક્શન સ્થાપિત કરવામાં આવશે તેમજ બે લાઈનોને અંદાજે 100 મીટર સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ કામથી યાર્ડની કામગીરી ક્ષમતા અને ટ્રેનોના અવરજવર માં સરળતા વધશે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી છે કે મુસાફરી શરૂ કરતા પહેલાં ટ્રેનની તાજી માહિતી ભારતીય રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in, NTES અથવા રેલવે હેલ્પલાઈન નંબર 139 પરથી જરૂર મેળવી લેવી.

પ્રભાવિત ટ્રેનો નીચે મુજબ છે

? તારીખ 08 મે 2026 ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરનાર ટ્રેન નં. 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા માર્ગે ફુલેરા–રિંગસ–રેવાડી મારફતે ચાલશે. આ ટ્રેન જયપુર, અલવર અને બાંદીકુઈ સ્ટેશનો પર નહીં જાય.

? તારીખ 09 મે 2026 ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરનાર ટ્રેન નં. 20937 પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા માર્ગે ફુલેરા–રિંગસ–રેવાડી મારફતે ચાલશે. આ ટ્રેન જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર અને ખેરથલ સ્ટેશનો પર નહીં જાય.

? તારીખ 11 મે 2026 ના રોજ મુઝફ્ફરપુરથી પ્રસ્થાન કરનાર ટ્રેન નં. 19270 મુઝફ્ફરપુર–પોરબંદર એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા માર્ગે રેવાડી–રિંગસ–ફુલેરા મારફતે ચાલશે. આ ટ્રેન અલવર, બાંદીકુઈ અને જયપુર સ્ટેશનો પર નહીં જાય.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના Komo by Kaffaની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી, ગ્રાહકે હોબાળો મચાવતા મેનેજરે માફી માંગી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0