Railway News : પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી-કટોસન રોડ વચ્ચે મેમુ ટ્રેનની શરૂઆત કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે સાબરમતી અને કટોસન રોડ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા (મેમુ ટ્રેન) શરૂ કરી છે. જેની વિગતો નીચે મુજબ છે
સાબરમતી-કટોસન રોડ મેમુ ટ્રેન (શનિવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ)
ટ્રેન નંબર 69249 સાબરમતી-કટોસન રોડ મેમુ સાબરમતીથી 06.45 વાગ્યે પ્રસ્થાન કરશે અને 08.05 વાગ્યે કટોસન રોડ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 69250 કાટોસન રોડ - સાબરમતી મેમુ કટોસન રોડથી 19.05 વાગ્યે પ્રસ્થાન કરશે અને 20.30 વાગ્યે સાબરમતી પહોંચશે.
આ ટ્રેનમાં કુલ 8 કોચ રહેશે
આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં કલોલ, કડી અને ભોયણી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં કુલ 8 કોચ રહેશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
તલોદ-રાખિયાલ રેલખંડમાં સ્થિત અંડરપાસ (આરયુબી) નંબર 43A 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
અમદાવાદ ડિવિઝનના અસારવા-હિંમતનગર સેક્શનના તલોદ-રખિયાલ રેલખંડમાં સ્થિત રેલ્વે અંડરપાસ (આરયુબી)નં. 43A, (એલસી-48) કિમી 360/2-3 (ખેરોલ રોડ) ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને 30 સપ્ટેમ્બર 2025 સુધી આવાગમન માટે બંધ રહેશે. વરસાદને કારણે આ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી, સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા રેલવેના સરળ અને સુરક્ષિત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે આ અન્ડરપાસ (આરયુબી) બંધ રાખવામાં આવ્યો છે.
29 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બર સુધી ગાંધીનગર યાર્ડ અને જીઇબી પાવરપ્લાન્ટ વચ્ચે આવેલી રેલવે ક્રોસિંગ નં. 5 બંધ રહેશે.
અમદાવાદ ડિવિઝન પર ગાંધીનગર યાર્ડ અને ગુજરાત વિદ્યુત બોર્ડ (જીઇબી) પાવરપ્લાન્ટ વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 5 જીઇબી ગેટ, ઓએચઇ પોસ્ટ નં. 05/04-05 તાત્કાલિક સમારકામ અને જાળવણીના કામો માટે 29 ઓગસ્ટ 2025 ના રોજ સવારે 09.00 વાગ્યાથી 5 સપ્ટેમ્બર 2025 ના રોજ સાંજે 18.00 વાગ્યા સુધી (કુલ 8 દિવસ) બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન રસ્તા વપરાશકર્તાઓ રેલ્વે ક્રોસિંગ નં. 4 જીઇબી ગેટ, ઓએચઇ પોસ્ટ નં. જીઇબી-03/16-17 પરથી આવાગમન કરી શકશે.
What's Your Reaction?






