Prantijમાં મોડી સાંજે ધોધમાર વરસાદ, અડધો કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો

Sep 4, 2025 - 02:00
Prantijમાં મોડી સાંજે ધોધમાર વરસાદ, અડધો કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રાંતિજ અને આસપાસના વિસ્તારોમાં દિવસભરના ભારે ઉકળાટ અને ગરમી બાદ મોડી સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પ્રાંતિજમાં માત્ર અડધા કલાકના સમયગાળામાં જ એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

પ્રાંતિજમાં અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ

હનુમાન મંદિર, એપ્રોચ રોડ, માતુછાયા સોસાયટી, નાની ભાગોળ અને સબ જેલ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક આવેલા વરસાદને કારણે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા. જોકે આ વરસાદે ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતનો સંદેશ પણ આપ્યો છે. આ સિઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ પ્રાંતિજમાં 30 ઇંચ નોંધાયો છે. જે એક સારા સમાચાર છે.

પ્રાંતિજમાં અત્યાર સુધીનો સિઝનનો કુલ 30 ઇંચ વરસાદ નોંધાયો

આ ભારે વરસાદે શહેરમાં ગરમી અને ઉકળાટમાંથી મુક્તિ આપી છે. પરંતુ પાણી ભરાવાની સમસ્યાએ સ્થાનિક તંત્રની માળખાગત સુવિધા પર સવાલો ઉભા કર્યા છે. આટલા ઓછા સમયમાં પાણી ભરાઈ જવાથી સ્પષ્ટ થાય છે કે ગટર અને ડ્રેનેજ સિસ્ટમની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી. આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તેથી સ્થાનિક તંત્ર દ્વારા જળભરાવની સમસ્યાને અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0