Porbandar News: ભાણવડના જંગલોમાં સિંહ ગર્જના! સફારી દરમિયાન પ્રવાસીઓને એકસાથે પાંચ સિંહોના થયા દર્શન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. પોરબંદર જિલ્લાના ભાણવડ નજીક આવેલા જંગલ વિસ્તારમાં સફારી કરી રહેલા પ્રવાસીઓને કુદરતના અદભૂત નજારાના દર્શન થયા હતા. અહીં એક કે બે નહીં, પરંતુ એકસાથે પાંચ સિંહો વિહરતા જોવા મળતા પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા.
મોબાઈલ કેમેરામાં કેદ થયો અદભૂત નજારો
ભાણવડ પંથકના જંગલ વિસ્તારમાં જ્યારે પ્રવાસીઓ સફારીનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે અચાનક સિંહોનું એક આખું ટોળું માર્ગ પર આવી ગયું હતું. સિંહો તેમના કુદરતી આવાસમાં અત્યંત શાંતિથી અને રટણ કરતા જોવા મળ્યા હતા. પ્રવાસીઓએ આ દુર્લભ ક્ષણોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. હાલમાં આ પાંચ સિંહોનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
બરડા ડુંગર બન્યું સિંહોનું નવું સરનામું
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બરડા ડુંગર અને ભાણવડ આસપાસના જંગલ વિસ્તારોમાં એશિયાટિક સિંહોની અવરજવર નોંધપાત્ર રીતે વધી છે. ગીર બાદ હવે બરડા ડુંગર પણ સિંહો માટે સુરક્ષિત આવાસ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વન વિભાગ દ્વારા પણ આ વિસ્તારમાં સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Porbandar News: નિષ્ઠુર માતાના પાપનો ભાંડો ફૂટ્યો, અન્ય પુરુષ સાથે સંબંધ બાદ જન્મેલા બાળકને દાટી દીધું હતું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

