Porbandar: નવા જલારામ મંદિરે 15 ઓગસ્ટના દિવસે ચંદ્રયાન ખુલ્લું મુકાશે
ગુરુવારે મંદિરમાં સુંદરકાંડનો પાઠ થશે જલારામ મંદિરે અવનવી પ્રવૃત્તિઓનું આયોજન હાલમાં રોજેરોજ હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે પોરબંદર એસ.ટી. રોડ પર આવેલા નવા જલારામ મંદિરે દરરોજ અવનવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય તહેવારો હોઈ કે ધાર્મિક તહેવાર દરમિયાન અલગ અલગ દર્શન અને દેશભક્તિને લગતી થીમ પર કાંઈક નવું કરવામાં આવે છે. હાલમાં હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે. રોજેરોજ અવનવા હિંડોળા દર્શનનો શણગાર મહિલા મંડળ દ્વારા કરવામાં આવે છે. ભક્તોને લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે મંદિરે સતત સેવા કરતા કાંતિભાઈ સિંધવ (કાંતિબાપા) દ્વારા આગામી 15 ઓગસ્ટના દિવસે લોકોને ચંદ્રયાન વિશે જાણકારી મળી રહે તેવા ઉદ્દેશ સાથે ચંદ્રયાન બનાવવાની કામગીરી પુરજોશથી કરી રહ્યા છે. આગામી 15 ઓગસ્ટના દિવસે સાંજે 5 થી 7.30 વાગ્યા સુધી મંદિરે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ છે. તે સમયે ચંદ્રયાન અને ટેન્ક અને હેલીકોપ્ટર પણ મુકવામાં આવશે. તો ભક્તોને લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. એસ.ટી. રોડ ઉપર ભવ્ય અને દિવ્ય સંત શિરોમણી જલારામબાપાનું મંદિર છે પોરબંદરના એસ.ટી. રોડ ઉપર જલારામ સેવા સમિતિ દ્વારા જ્ઞાતિના વિવિધ દાતાઓના સહયોગથી ભવ્ય અને દિવ્ય સંત શિરોમણી જલારામબાપાના મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે. જલારામ જયંતિના દિવસે જલારામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. પોરબંદરના શીતલાચોક વિસ્તારમાં જલારામબાપાનું પૌરાણિક મંદિર આવેલું છે ત્યારે બીજા મંદિરનું નિર્માણ એસ.ટી. રોડ ઉપર જલારામ સેવા સમિતિ દ્વારા જ્ઞાતિના વિવિધ દાતાઓના સહયોગથી જલારામ બાપાના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે. મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા. 16 થી 18 સુધી એટલે કે ત્રણ દિવસ સુધી યોજાયો હતો. જેમાં વાસ્તુપૂજન, મૂર્તિ શુદ્ધિકરણ, નૂતન ધ્વજારોહણ અને ચરણપાદુકા પૂજન સહિતનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ જલારામ જયંતિના દિવસે મહાઆરતી, શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી જલારામબાપાના મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું તે પરીપૂર્ણ થયા બાદ જલારામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. જલારામ સેવા સમિતિના હોદ્દેદારો, સભ્યો તેમજ ભક્તોએ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવ્યો હતો. તો રઘુવંશી સમાજનો પણ એટલો સાથ અને સહકાર જોવા મળી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગુરુવારે મંદિરમાં સુંદરકાંડનો પાઠ થશે
- જલારામ મંદિરે અવનવી પ્રવૃત્તિઓનું આયોજન
- હાલમાં રોજેરોજ હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે
પોરબંદર એસ.ટી. રોડ પર આવેલા નવા જલારામ મંદિરે દરરોજ અવનવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય તહેવારો હોઈ કે ધાર્મિક તહેવાર દરમિયાન અલગ અલગ દર્શન અને દેશભક્તિને લગતી થીમ પર કાંઈક નવું કરવામાં આવે છે. હાલમાં હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે. રોજેરોજ અવનવા હિંડોળા દર્શનનો શણગાર મહિલા મંડળ દ્વારા કરવામાં આવે છે.
ભક્તોને લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
મંદિરે સતત સેવા કરતા કાંતિભાઈ સિંધવ (કાંતિબાપા) દ્વારા આગામી 15 ઓગસ્ટના દિવસે લોકોને ચંદ્રયાન વિશે જાણકારી મળી રહે તેવા ઉદ્દેશ સાથે ચંદ્રયાન બનાવવાની કામગીરી પુરજોશથી કરી રહ્યા છે. આગામી 15 ઓગસ્ટના દિવસે સાંજે 5 થી 7.30 વાગ્યા સુધી મંદિરે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ છે. તે સમયે ચંદ્રયાન અને ટેન્ક અને હેલીકોપ્ટર પણ મુકવામાં આવશે. તો ભક્તોને લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
એસ.ટી. રોડ ઉપર ભવ્ય અને દિવ્ય સંત શિરોમણી જલારામબાપાનું મંદિર છે
પોરબંદરના એસ.ટી. રોડ ઉપર જલારામ સેવા સમિતિ દ્વારા જ્ઞાતિના વિવિધ દાતાઓના સહયોગથી ભવ્ય અને દિવ્ય સંત શિરોમણી જલારામબાપાના મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે. જલારામ જયંતિના દિવસે જલારામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. પોરબંદરના શીતલાચોક વિસ્તારમાં જલારામબાપાનું પૌરાણિક મંદિર આવેલું છે ત્યારે બીજા મંદિરનું નિર્માણ એસ.ટી. રોડ ઉપર જલારામ સેવા સમિતિ દ્વારા જ્ઞાતિના વિવિધ દાતાઓના સહયોગથી જલારામ બાપાના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે. મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા. 16 થી 18 સુધી એટલે કે ત્રણ દિવસ સુધી યોજાયો હતો. જેમાં વાસ્તુપૂજન, મૂર્તિ શુદ્ધિકરણ, નૂતન ધ્વજારોહણ અને ચરણપાદુકા પૂજન સહિતનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ જલારામ જયંતિના દિવસે મહાઆરતી, શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.
છેલ્લા ઘણા વર્ષોથી જલારામબાપાના મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું તે પરીપૂર્ણ થયા બાદ જલારામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. જલારામ સેવા સમિતિના હોદ્દેદારો, સભ્યો તેમજ ભક્તોએ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવ્યો હતો. તો રઘુવંશી સમાજનો પણ એટલો સાથ અને સહકાર જોવા મળી રહ્યો છે.