Porbandarમાંથી ઝડપાયું 500 કિલો ડ્રગ્સ, NCB અને ATSએ પાર પાડયું સંયુકત ઓપરેશન
ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે અને આ ડ્ર્ગ્સ કોણ ઘુસાડે છે તેને લઈ અત્યાર સુધી અલગ-અલગ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.એનસીબી અને એટીએસ દ્રારા 500 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે,આ ઘટનામાં કેટલા આરોપીઓ ઝડપાયા છે તેની માહિતી હાલમાં સામે આવી રહી નથી,પરંતુ આ ઓપરેશનને લઈ એટીએસ ટૂંક સમયમાં માહિતી આપશે. 28-04-2024ના રોજ પણ એટીએસ,કોસ્ટગાર્ડ અને એનસીબીએ ઝડપ્યું ડ્રગ્સ ગુજરાત એટીએસ,કોસ્ટગાર્ડ અને એનસીબીની ટીમે આજે પોરબંદરમાંથી 90 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે.એક ખાનગી ઈનપુટના આધારે આ તમામ ઓપરેશન પાર પાડીને 14 પાકિસ્તાનીઓને ઝડપ્યા છે.આ સમગ્ર ઘટનાને લઈ એટીએસએ વધુ તપાસ હાથધરી છે.અંદાજિત 600 કરોડનું ડ્રગ્સ કરાયું છે જપ્ત,પાકિસ્તાની બોટચાલકે NCB પર બોટ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો,NCBના વળતા હુમલામાં પાકિસ્તાની બોટચાલક ઈજાગ્રસ્ત થયો છે.78 પેકેટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે.પાકિસ્તાનીઓને તાત્કાલિક ડીટેઈન કરાયા છે.સમગ્ર ઘટનામાં ફાયરિંગ કરવામાં આવ્યુ છે,પાકિસ્તાની બોટને પોરબંદર લવાઈ છે.ATS એ મુખ્ય શકલેન નામના આરોપીની ધરપકડ કરી છે.આ કેસની તપાસ હવે NCB કરશે.પકડાયેલ તમામ જથ્થો હેરોઈન હોવાનું સામે આવ્યું છે,આરોપી પકડાયા તો ડ્રગ્સ દરિયામાં ફેંકયું હતું.ફાયરિંગમાં એક પાકિસ્તાનીને ઈજા થઈ છે તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે.હેરોઈન જે રિસિવ કરવાના હતા તે લોકો ભારતીય ન હતા.ઝડપાયેલુ ડ્રગ્સ પાકિસ્તાનથી શ્રીલંકા જવાનું હતુ. 28 ફેબ્રુઆરી 2024ના દિવસે વેરાવળમાંથી ઝડપાયું ડ્રગ્સ ગુજરાતના વેરાવળમાં થોડા દિવસ પહેલા રૂપિયા 350 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાત અને કેન્દ્રની વિવિધ એજન્સીને મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાથી રૂપિયા એક હજાર કરોડથી વધારેની કિંમતના હસીસ સહિત ત્રણ અલગ અલગ ડ્રગ્સને જપ્ત કરવામાં સફળતા મળી હતી. જેમાં ઇરાનથી ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ લઇને આવી રહેલા પાંચ ક્રુ મેમ્બર્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાત એટીએસની બાતમીને આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. 12 માર્ચ 2024ના દિવસે પણ પોરબંદર ખાતેથી ઝડપાયું ડ્રગ્સ પોરબંદરના દરિયાકાંઠાથી ફરી એકવાર ડ્રગ્સના મોટું રેકેટનો પર્દાફાશ થયો હતો. પોરબંદરના અરબી સમુદ્રમાંથી ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ હતુ, 480 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી, પોરબંદરથી 350 કિમી દૂર જળસીમામાંથી આ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ખાસ વાત છે કે, ગુજરાત ATS, કૉસ્ટગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સના જથ્થો દરિયામાંથી પકડયો હતો. 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઇ હતી. ગુજરાત ATSનું કરાયુ હતુ સન્માન ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સના દૂષણને અટકાવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કડક વલણ અપનાવ્યું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલર્સ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી કરી હોવાના આંકડા પહેલા આવી ચૂક્યા છે. ગુજરાતની સરહદ જડબેસલાક કરવામાં આવતા ડ્રગ્સ માફિયા અંદરોઅંદર ગિન્નાયા છે. ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસોને નિષ્ફળ બનાવવા એટીએસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ATSના બહાદુર અધિકારીઓને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર વતી રૂ. 10 લાખનો ચેક આપીને ગુજરાત એટીએસનું સન્માન કર્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે અને આ ડ્ર્ગ્સ કોણ ઘુસાડે છે તેને લઈ અત્યાર સુધી અલગ-અલગ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.એનસીબી અને એટીએસ દ્રારા 500 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે,આ ઘટનામાં કેટલા આરોપીઓ ઝડપાયા છે તેની માહિતી હાલમાં સામે આવી રહી નથી,પરંતુ આ ઓપરેશનને લઈ એટીએસ ટૂંક સમયમાં માહિતી આપશે.
28-04-2024ના રોજ પણ એટીએસ,કોસ્ટગાર્ડ અને એનસીબીએ ઝડપ્યું ડ્રગ્સ
ગુજરાત એટીએસ,કોસ્ટગાર્ડ અને એનસીબીની ટીમે આજે પોરબંદરમાંથી 90 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે.એક ખાનગી ઈનપુટના આધારે આ તમામ ઓપરેશન પાર પાડીને 14 પાકિસ્તાનીઓને ઝડપ્યા છે.આ સમગ્ર ઘટનાને લઈ એટીએસએ વધુ તપાસ હાથધરી છે.અંદાજિત 600 કરોડનું ડ્રગ્સ કરાયું છે જપ્ત,પાકિસ્તાની બોટચાલકે NCB પર બોટ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો,NCBના વળતા હુમલામાં પાકિસ્તાની બોટચાલક ઈજાગ્રસ્ત થયો છે.78 પેકેટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે.પાકિસ્તાનીઓને તાત્કાલિક ડીટેઈન કરાયા છે.સમગ્ર ઘટનામાં ફાયરિંગ કરવામાં આવ્યુ છે,પાકિસ્તાની બોટને પોરબંદર લવાઈ છે.ATS એ મુખ્ય શકલેન નામના આરોપીની ધરપકડ કરી છે.આ કેસની તપાસ હવે NCB કરશે.પકડાયેલ તમામ જથ્થો હેરોઈન હોવાનું સામે આવ્યું છે,આરોપી પકડાયા તો ડ્રગ્સ દરિયામાં ફેંકયું હતું.ફાયરિંગમાં એક પાકિસ્તાનીને ઈજા થઈ છે તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે.હેરોઈન જે રિસિવ કરવાના હતા તે લોકો ભારતીય ન હતા.ઝડપાયેલુ ડ્રગ્સ પાકિસ્તાનથી શ્રીલંકા જવાનું હતુ.
28 ફેબ્રુઆરી 2024ના દિવસે વેરાવળમાંથી ઝડપાયું ડ્રગ્સ
ગુજરાતના વેરાવળમાં થોડા દિવસ પહેલા રૂપિયા 350 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાત અને કેન્દ્રની વિવિધ એજન્સીને મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાથી રૂપિયા એક હજાર કરોડથી વધારેની કિંમતના હસીસ સહિત ત્રણ અલગ અલગ ડ્રગ્સને જપ્ત કરવામાં સફળતા મળી હતી. જેમાં ઇરાનથી ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ લઇને આવી રહેલા પાંચ ક્રુ મેમ્બર્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાત એટીએસની બાતમીને આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.
12 માર્ચ 2024ના દિવસે પણ પોરબંદર ખાતેથી ઝડપાયું ડ્રગ્સ
પોરબંદરના દરિયાકાંઠાથી ફરી એકવાર ડ્રગ્સના મોટું રેકેટનો પર્દાફાશ થયો હતો. પોરબંદરના અરબી સમુદ્રમાંથી ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ હતુ, 480 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી, પોરબંદરથી 350 કિમી દૂર જળસીમામાંથી આ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ખાસ વાત છે કે, ગુજરાત ATS, કૉસ્ટગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સના જથ્થો દરિયામાંથી પકડયો હતો. 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઇ હતી.
ગુજરાત ATSનું કરાયુ હતુ સન્માન
ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સના દૂષણને અટકાવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કડક વલણ અપનાવ્યું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલર્સ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી કરી હોવાના આંકડા પહેલા આવી ચૂક્યા છે. ગુજરાતની સરહદ જડબેસલાક કરવામાં આવતા ડ્રગ્સ માફિયા અંદરોઅંદર ગિન્નાયા છે. ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસોને નિષ્ફળ બનાવવા એટીએસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ATSના બહાદુર અધિકારીઓને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર વતી રૂ. 10 લાખનો ચેક આપીને ગુજરાત એટીએસનું સન્માન કર્યું હતું.