PM Modi Speech Live : મેક ઇન ઇન્ડિયા મેડ ફોર વલ્ડને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છેઃ PM મોદી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે ગાંધીનગરના કોબા ખાતેના જૈન તિર્થ ખાતે તૈયાર કરવામાં આવેલા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ સાણંદ જવા માટે રવાના થયા હતાં.સાણંદ ખાતે ભારતને ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે તેમણે કેન્સ સેમીકન્ડક્ટર OSAT ફેસિલિટી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.વડાપ્રધાન મોદીએ સાણંદમાં ચીપના પ્રોડક્શન હાઉસનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીની સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં છે.
ગ્લોબલ સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનો હિસ્સો
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ગત મહિનાના અંતમાં પણ હું સાણંદમાં હતો અને માર્ચ મહિનાના અંતમાં પણ હું સાણંદમાં છું. હું કેન્સ ટેકનોલોજીની લીડરશીપને શુભકામનાઓ પાઠવું છું. ગુજરાત સરકારને આ પ્લાન્ટમાં કામ કરી રહેલા સાથીઓને પણ શુભકામનાઓ પાઠવું છું. આજે સવારે હું એક ધાર્મિક કાર્યક્રમમાં હતો અને હાલ ડિજિટલ કાર્યક્રમમાં છું. મને એ વાતની ખુશી છે કે, ભારતની કંપનીએ સેમી કન્ડક્ટર ચીપ બનાવવામાં રસ દાખવ્યો અને પરિણામ આપણી સામે છે. ભારતની પોતાની કંપની હવે ગ્લોબલ સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનો હિસ્સો બની ગઈ છે. આ શાનદાર શરૂઆત છે. આ ગર્વની પળ છે.
સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે
ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 23 સપ્ટેમ્બર 2024માં મંજૂરી આપવામાં આવી હતી. ₹3300 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે. વડાપ્રધાન મોદીના જણાવ્યા અનુસાર ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી આ દાયકો ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે.
ફેબ્રુઆરીમાં માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનો પ્રારંભ કરાવ્યો હતો
28 ફેબ્રુઆરી 2026ના રોજ વડાપ્રધાન મોદીએ માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પ્રોજેક્ટની ગતિશીલતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “જૂન-2023માં આ સુવિધા માટે MoU થયા, સપ્ટેમ્બરમાં ખાતમુહૂર્ત થયું અને આજે ફેબ્રુઆરી-2026માં કોમર્શિયલ પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. વિશ્વના વિકસિત દેશોમાં પણ આવી મંજૂરીઓ અને પ્રક્રિયાઓમાં વર્ષો નીકળી જતા હોય છે, પરંતુ ભારતે આ અશક્ય કામ માત્ર 900 દિવસમાં પૂર્ણ કરીને બતાવ્યું છે. જ્યારે દાનત સાફ હોય અને નિષ્ઠા દેશના વિકાસ પ્રત્યે હોય, ત્યારે નીતિ સ્પષ્ટ બને છે અને નિર્ણયોમાં પણ ગતિ આપોઆપ આવી જતી હોય છે.
આ પણ વાંચોઃ PM Modi Speech : જૈન મુનિ અને સંતોની તપસ્યા જોડાઈ છે ત્યાં સર્જન અને સેવા આપોઆપ સંચાલિત થાય છેઃ PM મોદી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

