PM મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી શકે, અશ્વિનીકુમારે યોજી બેઠક
PM મોદી ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી શકે તેવી શક્યતાઓ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમારે વડોદરામાં બેઠક યોજી છે.એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું બાંધકામ પૂર્ણતાને આરે, PM મોદી કરી શકે છે લોકાર્પણ પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમાર તાત્કાલિક વડોદરા દોડી આવ્યા અને કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું બાંધકામ પૂર્ણતાને આરે છે, ત્યારે તેનું ઉદ્ઘાટન કરવા આવે તેવી શક્યતા છે. PM મોદી મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરી શકે છે. આગામી મહિને આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ લોકાર્પણ કરવામાં આવશે. વડોદરામાં ટાટા અને એરબસ કંપની એરફોર્સ માટે ટ્રાન્સપોર્ટ પ્લેન બનાવવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય તેવી કોઈ માહિતી મારી પાસે નથી: અશ્વિનીકુમાર ત્યારે બેઠકને લઈને જ્યારે પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમારને પૂછવામાં આવ્યું તો તેમને નિવેદન આપતા કહ્યું કે વડોદરા શહેરમાં સ્વચ્છતાને લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને અત્યાર સુધી ના થયું હોય તેવી સ્વચ્છતા કરવા જરૂરી સૂચના આપવામાં આવી છે. જો કે તેમને એવું પણ જણઆવ્યું કે PM નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હોય તેવી કોઈ માહિતી મારી પાસે નથી. ગયા મહિને ગુજરાતની મુલાકાતે આવ્યા હતા વડાપ્રધાન મોદી તમને જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન મોદી ગયા મહિને જ તેમના જન્મદિવસના આગળના દિવસે જ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન PM મોદીએ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેનના બીજા ફેઝને લીલીઝંડી આપી હતી. PM મોદીએ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી અને આ દરમિયાન બાળકો સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાને મેટ્રો ટ્રેનના બીજા ફેઝને લીલીઝંડી આપી હતી PM મોદીએ ઈ-પેમેન્ટથી મેટ્રો ટ્રેનની ટિકિટ ખરીદી હતી. તમને જણાવી દઈએ કે આ મેટ્રો ટ્રેન મહિલા પાયલોટ ચલાવી રહી હતી અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ મહિલા પાયલોટે પૂરૂ પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે બીજા ફેઝના 28 કિલોમીટરના સ્ટ્રેચમાં 20 સ્ટેશન છે અને આ પ્રોજેક્ટની કિંમત રૂપિયા 5,384 કરોડ છે. જો કે મેટ્રોમાં મુસાફરો માટે ભાડૂ રૂપિયા 5થી 40 સુધી રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
PM મોદી ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી શકે તેવી શક્યતાઓ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમારે વડોદરામાં બેઠક યોજી છે.
એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું બાંધકામ પૂર્ણતાને આરે, PM મોદી કરી શકે છે લોકાર્પણ
પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમાર તાત્કાલિક વડોદરા દોડી આવ્યા અને કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું બાંધકામ પૂર્ણતાને આરે છે, ત્યારે તેનું ઉદ્ઘાટન કરવા આવે તેવી શક્યતા છે. PM મોદી મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરી શકે છે. આગામી મહિને આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ લોકાર્પણ કરવામાં આવશે. વડોદરામાં ટાટા અને એરબસ કંપની એરફોર્સ માટે ટ્રાન્સપોર્ટ પ્લેન બનાવવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય તેવી કોઈ માહિતી મારી પાસે નથી: અશ્વિનીકુમાર
ત્યારે બેઠકને લઈને જ્યારે પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમારને પૂછવામાં આવ્યું તો તેમને નિવેદન આપતા કહ્યું કે વડોદરા શહેરમાં સ્વચ્છતાને લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને અત્યાર સુધી ના થયું હોય તેવી સ્વચ્છતા કરવા જરૂરી સૂચના આપવામાં આવી છે. જો કે તેમને એવું પણ જણઆવ્યું કે PM નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હોય તેવી કોઈ માહિતી મારી પાસે નથી.
ગયા મહિને ગુજરાતની મુલાકાતે આવ્યા હતા વડાપ્રધાન મોદી
તમને જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન મોદી ગયા મહિને જ તેમના જન્મદિવસના આગળના દિવસે જ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન PM મોદીએ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેનના બીજા ફેઝને લીલીઝંડી આપી હતી. PM મોદીએ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી અને આ દરમિયાન બાળકો સાથે પણ વાતચીત કરી હતી.
વડાપ્રધાને મેટ્રો ટ્રેનના બીજા ફેઝને લીલીઝંડી આપી હતી
PM મોદીએ ઈ-પેમેન્ટથી મેટ્રો ટ્રેનની ટિકિટ ખરીદી હતી. તમને જણાવી દઈએ કે આ મેટ્રો ટ્રેન મહિલા પાયલોટ ચલાવી રહી હતી અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ મહિલા પાયલોટે પૂરૂ પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે બીજા ફેઝના 28 કિલોમીટરના સ્ટ્રેચમાં 20 સ્ટેશન છે અને આ પ્રોજેક્ટની કિંમત રૂપિયા 5,384 કરોડ છે. જો કે મેટ્રોમાં મુસાફરો માટે ભાડૂ રૂપિયા 5થી 40 સુધી રહેશે.