PM મોદીની મુલાકાતને લઈ અમદાવાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ચેકિંગ હાથ ધરાયું

ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે હાલમાં PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.પીએમ મોદી શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા કરશે તમને જણાવી દઈએ કે અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો મોટો કાર્યક્રમ છે. પીએમ મોદી શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા કરશે અને તેના માટે જીએમડીસીમાં મોટો વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ કાર્યકરો વડાપ્રધાનનું સ્વાગત કરશે. આ સાથે જ તમને જણાવી દઈએ કે PM મોદી ગાંધીનગરથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટીની સવારી કરશે. સેક્ટર 1થી અમદાવાદને જોડતો રૂટ શરૂ થશે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિન છે, ત્યારે તેને લઈને પણ ભવ્ય આયોજનો કરાયા છે. 5000થી વધુ પોલીસ જવાન બંદોબસ્તમાં રહેશે ખડેપગે આ સિવાય બનાસકાંઠા અને ગાંધીનગરમાં પણ બીજા કાર્યક્રમો યોજાશે અને વડાપ્રધાન ગાંધીનગર મેટ્રો ટ્રેનનું પણ ઉદ્ઘાટન કરશે. જેને લઈને અમદાવાદ શહેર પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવી છે. અમદાવાદમાં ડોગ સ્ક્વોડ અને બોબ સ્ક્વોડ સાથે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદમાં DCP, ACP, PI, PSI સહિત 5000થી વધુ પોલીસ જવાન બંદોબસ્તમાં રહેશે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડ પર PMની આ મુલાકાતને લઈને ગાંધીનગર અને અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત બનાવવામાં આવી છે. આ મુલાકાતને લઈને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડ પર છે અને સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે સતત ચેકીંગ કરી રહ્યા છે. 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન 4 કાર્યક્રમ યોજાશે ગુજરાતના પ્રવાસે PM મોદી આવવાના છે, જેને લઈને બે દિવસ પહેલા મહત્વની બેઠકો યોજાઈ હતી અને તેમાં CM ભૂપેન્દ્ર પટેલે PMના પ્રવાસને લઈ સમીક્ષા કરી, કારણ કે PM મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે 15થી 17 સપ્ટેમ્બર સુધી 4 કાર્યક્રમ યોજાશે.

PM મોદીની મુલાકાતને લઈ અમદાવાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ચેકિંગ હાથ ધરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે હાલમાં PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

પીએમ મોદી શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા કરશે

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો મોટો કાર્યક્રમ છે. પીએમ મોદી શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા કરશે અને તેના માટે જીએમડીસીમાં મોટો વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ કાર્યકરો વડાપ્રધાનનું સ્વાગત કરશે. આ સાથે જ તમને જણાવી દઈએ કે PM મોદી ગાંધીનગરથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટીની સવારી કરશે. સેક્ટર 1થી અમદાવાદને જોડતો રૂટ શરૂ થશે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિન છે, ત્યારે તેને લઈને પણ ભવ્ય આયોજનો કરાયા છે.

5000થી વધુ પોલીસ જવાન બંદોબસ્તમાં રહેશે ખડેપગે

આ સિવાય બનાસકાંઠા અને ગાંધીનગરમાં પણ બીજા કાર્યક્રમો યોજાશે અને વડાપ્રધાન ગાંધીનગર મેટ્રો ટ્રેનનું પણ ઉદ્ઘાટન કરશે. જેને લઈને અમદાવાદ શહેર પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવી છે. અમદાવાદમાં ડોગ સ્ક્વોડ અને બોબ સ્ક્વોડ સાથે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદમાં DCP, ACP, PI, PSI સહિત 5000થી વધુ પોલીસ જવાન બંદોબસ્તમાં રહેશે.

કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડ પર

PMની આ મુલાકાતને લઈને ગાંધીનગર અને અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત બનાવવામાં આવી છે. આ મુલાકાતને લઈને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડ પર છે અને સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે સતત ચેકીંગ કરી રહ્યા છે.

15થી 17 સપ્ટેમ્બર દરમિયાન 4 કાર્યક્રમ યોજાશે

ગુજરાતના પ્રવાસે PM મોદી આવવાના છે, જેને લઈને બે દિવસ પહેલા મહત્વની બેઠકો યોજાઈ હતી અને તેમાં CM ભૂપેન્દ્ર પટેલે PMના પ્રવાસને લઈ સમીક્ષા કરી, કારણ કે PM મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે 15થી 17 સપ્ટેમ્બર સુધી 4 કાર્યક્રમ યોજાશે.