Pavagadh News પાવાગઢના પ્રોટેક્ટેડ હેરિટેજ ગેટ પર ચડી જુવાનિયાઓએ કર્યું શૂટિંગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાંથી સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવાની ઘેલછામાં કાયદો હાથમાં લેતા યુવાનોનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટે કેટલાક જુવાનિયાઓ બેફામ બન્યા છે અને પાવાગઢ ખાતે આવેલા અત્યંત મહત્વના ઐતિહાસિક ગેટ (દ્વાર) પર ચડીને જોખમી રીતે રીલ બનાવતા નજરે પડ્યા છે. પોતાની જિંદગીને જોખમમાં મૂકતા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચા જગાવી છે.
હેરિટેજ સાઈટમાં નિયમોના લીરેલીરા ઉડાડ્યા
આ ઐતિહાસિક પરિસર પુરાતત્વ વિભાગ (ASI) હસ્તકની પ્રોટેક્ટેડ હેરિટેજ સાઈટમાં આવે છે, જ્યાં સુરક્ષાના કારણોસર ડ્રોન કેમેરા ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવેલો છે. આમ છતાં, આ કાયદા અને વહીવટી તંત્રના જાહેરનામાની ઐસીતૈસી કરીને આ પ્રતિબંધિત વિસ્તારમાં બિન્દાસ ડ્રોન ઉડાડ્યું હતું તેમજ શૂટિંગ કર્યું હતું. આજકાલના યુવાનો માટે સરકારી જાહેરનામા અને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવું જાણે એક ફેશન બની ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
નિયમભંગ છતાં હજુ સુધી કોઈ ફરિયાદ નહીં
આ સમગ્ર ગંભીર મામલે યાત્રાધામ વિકાસ બોર્ડ, પુરાતત્વ વિભાગ કે સ્થાનિક હેરિટેજ સાઈટના સત્તાવાળાઓની ઘોર બેદરકારી પણ સામે આવી છે. ઐતિહાસિક ધરોહર પર આ પ્રકારે કાયદા વિરુદ્ધ જઈને જોખમી શૂટિંગ થયું હોવા છતાં, જવાબદાર સત્તાધીશો દ્વારા કાયદો તોડનારા આ યુવાનો વિરુદ્ધ હજુ સુધી પોલીસ મથકમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી. તંત્રની આવી ઢીલી નીતિને કારણે જ આવા તત્વોને પ્રોત્સાહન મળતું હોવાનો ગણગણાટ સ્થાનિકોમાં શરૂ થયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

