Pavagadh મંદિરમાં ચોરી કરનાર વ્યકિત કોણ, વાંચો Special Exclusive Story
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે ગત 28 ઓક્ટોબર એટલે વાઘબારસની રાત્રે મહાકાળી નિજ મંદિરના ગર્ભગૃહમાં ચોરી થઈ હોવાની વાત વહેતી થઈ હતી અને પોલીસે પણ ચોરીનો પ્રયાસ થયો હોવાની વાતની પુષ્ટિ કરતા મહાકાળીના ભક્તો સહિત મંદિર ટ્રસ્ટ અને ખૂબ પોલીસ પણ ચિંતામાં હતી કારણ આ કોઈ સામાન્ય ચોરી ઘટના નહોતી પરંતુ જગતની રખેવાળી કરતી કળિયુગની સાક્ષાત દેવીમાં મહાકાળીના સૌથી મોટા ધામ શક્તિપીઠ પાવાગઢના નિજ મંદિરની વાત હતી.સૌથી મોટા મંદિરમાં ચોરી જો પહેલા તો માત્ર ચોરીનો પ્રયાસ જ માત્ર હોવાની વાત કરતી પોલીસે આખરે આજરોજ આરોપી ઝડપી પાડ્યા બાદ ચોરી થઈ હોવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું હતું.સનાતન ધર્મ માં જે 51 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવા માં આવ્યો છે તેમાંથી એક સૌથી મહત્વના ગણાતા માં મહાકાળીના ધામ અને પંચમહાલમાં આવેલ પાવાગઢ મહાકાળી ધામમાં ચોરીના પ્રયાસની ઘટના ગત 28 ઓક્ટોબર એટલે વાઘ બારસની રાત્રે અંદાજીત 1.30 વાગ્યાની આસપાસ બની હતી.બીજા દિવસે એટલે ધનતેરસ ના વહેલી પરોઢે જ્યારે નિજ મંદિર ના દ્વાર પૂજારી દ્વારા ખોલવામાં આવ્યા ત્યારે સૌ ચોંકી ઉઠ્યા કારણકે ધનતેરસે જ્યારે લાખો ભક્તો માં મહાકાળીને પોતાનું ધન અને મિલકત સાચવવા પૂજન અર્ચન કરી રહ્યા હતા તેવા જ વખતે માં મહાકાળીના ધામમાં ઇતિહાસની સૌથી મોટી ચોરીને અંજામ અપાઈ ચુક્યો હતો. હારની કરી ચોરી પહેલા તો પૂજારી ગર્ભગૃહનો અસ્તવ્યસ્ત સામાન જોઈ મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરી.પહેલા તો મંદિર ટ્રસ્ટે ચોરીના પ્રયાસ અંગે પોલીસ ને જાણ કરી પરંતુ પોલીસની તપાસ અને સીસીટીવી જોતા સામે આવ્યું કે નિજ મંદિરમાંથી મહાકાળી માતાજીની મૂર્તિને પહેરાવેલા સોનાના 6 હાર અને મુગુટ જેવા કિંમતી આભૂષણો અંદાજીત 78 લાખ ની કિંમત ગાયબ થયેલા છે.જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર મામલે કોઈ પણ વસ્તુ ચોરાઈ ના હોવાનું જણાવ્યું હતું જેના આધારે પોલીસ પણ ગુંચવાઈ હતી અને માત્ર ચોરીના પ્રયાસ ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ હતી પરંતુ થોડા દિવસ બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા જ મંદિર માંથી માતાજી ના આભૂષણ છ જેટલાં હાર જે સોના ના હતા અને માતાજી ના મુકૂટ જે ચાંદી ના અને તેના પર સોનાનો ઢોળ ચઢાવેલ હતો. નાકાબંધી પણ કરવામાં આવી હતી પોલીસે મંદિર પ્રસાસનની ફરિયાદના આધારે ચોરી થયા હોવા નું ફલિત થતા તપાસ નો ધમધમાટ શરૂ કર્યો.જો કે પોલીસ માટે સૌથી મોટો પડકાર હતો દિવાળી ના તહેવારોની શરૂઆત. આવા સમયે જ્યારે દરરોજ લાખોની સંખ્યામાં ભક્તોમાં મહાકાળીના ચરણે શિષ નમાવવા આવતા હોય ત્યારે આટલી પબ્લિકમાં ચોરને શોધવો ક્યાં તે પોલીસ માટે સૌથી મોટો પડકાર હતો.પોલીસે પ્રાથમિક તબક્કે પાવાગઢ ના તમામ ગેસ્ટ હાઉસ,હોટલ અને આવતા જતા વાહનો પણ નાકાબંધી કરી ચેક કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે બાઈકના નંબર પરથી ભેદ ઉકેલ્યો પોલીસે એલ.સી.બી. અને એસ.ઓ.જી સહિતની એજન્સીઓ સાથે કુલ 6 જેટલી અલગ અલગ ટિમો બનાવી સંખ્યાબંધ સીસીટીવી ચેક કરવા ની કાર્યવાહી હાથ ધરી.જો કે ટેક્નિકલ અને હ્યુમન સોર્સ થી એલ.સી.બી ની ટીમ ને એક કડી મળી કે ચોરી ની આગલી રાત્રે એક બાઇક ચાલકની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી.તે દિશા માં વધુ સીસીટીવી ચેક કરતા મંદિર ની આસપાસ પણ તેજ વ્યક્તિ ની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે બાઇક ના નંબરથી વાહન માલિકની વિગતો મેળવી હતી. સીસીટીવી પણ ચેક કર્યા જો કે સીસીટીવી માં પણ ચોરી ની ઘટના ને અંજામ આપ્યો હોવાની ખાતરી થતા પોલીસે શંકાસ્પદ હિલચાલ વાળા બાઇક ચાલક વિદુરભાઈ ચંદ્રસિંગભાઈ વસાવાને તેના વતન સુરત જિલ્લાના ઉમરપાડાના નસારપુર ગામથી શંકાના આધારે રાઉન્ડઅપ કરી લીધો.પોલીસે પોતાની રીતે વિદુર ની પૂછપરછ કરતા તેને પોતાનો ગુનો કબૂલાત કરી પોલીસ ને જણાવ્યું કે પોતે રેતી નો ધંધો કરતો હતો અને ધંધો પડી ભાગ્યો ત્યારબાદ જુગાર ના રવાડે ચઢી સટ્ટાખોરી ની આદતવાળો બન્યો અને ઓનલાઈન ગેમ રમતા રમતા માં લાખો રૂપિયા હારી જતા માથે દેવું થઈ જતા ચોરી નું પગલું ભર્યું હતું. સિટની પાછળ છૂપાવ્યું હતુ સોનું ચોરી કરેલા આભૂષણો નેત્રંગ રોડ પર આવેલ ગેરેજ પર રીપેરીંગ માં મુકેલ પોતાની ટ્રક ના સિટ ના પાછળ ના ભાગે મુકેલ છે.પોલીસે તાત્કાલિક વિદુરે જણાવેલ ટ્રક નો કબજો મેળવી તપાસ કરતા સોના ના 6 હાર અને મુકુટ સહિત 78 લાખ નો સહીસલામત હાલત માં ચોરી નો મુદ્દામાલ મળી આવતા પોલીસે રાહત નો શ્વાસ લીધો હતો.હાલ આ સમગ્ર મામલે પંચમહાલ પોલીસે આરોપી વિદુર વસાવા ને ઝડપી પાડી તેની પાસે થી થી ચોરી નો મુદ્દામાલ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. મંદિર ટ્રસ્ટ કંઈક છૂપાવવા માંગતું હતુ આ ઘટના મા જે દિવસે મંદિરમા ચોરી થઇ ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસને કોઈ ચોરી નથી થઇ માત્ર પ્રયાસ થયો હોવા નું કેમ કહેવાયું એ મોટો પ્રશ્ન છે શું મંદિર ટ્રસ્ટ પોતાની આબરૂ બચાવવાં ચોરી ની શક્યતાઓ નકારતી રહી અને જો અમુક દિવસ બાદ માતબર કહી શકાય એવી 78લાખ ના આભૂષણ ની ચોરી થયા નું કબૂલાયું તો મંદિર ટ્રસ્ટીઓ ની આ વર્તણુક પર અનેક તર્ક વિતર્ક ઉપજી રહ્યા છે સાથે સાથે મંદિર ટ્રસ્ટના કહેવા પ્રમાણે પોલીસ દ્વારા પણ જે તે દિવસે નિવેદન અપાયું હતું કે મંદિર મા કોઈ ચોરી નથી થઇ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -