Patanમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, છરી અને ધારિયા વડે દુકાનદાર પર હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે. અહીં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાટણ-ચાણસ્મા રોડ પર આવેલા પાર્લર પર અસામાજીક તત્વો બેફામ બનીને છરી અને ધારિયા વડે દુકાનદાર પર હુમલો કર્યો હતો.
પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. આવા અસામાજિક તત્વોને ડામવામાં પોલીસ સદંતર નિષ્ફળ રહી છે. તાજેતરમાં જ પાટણ શહેરના મુખ્ય માર્ગ પાટણ - ચાણસ્મા હાઇવે પર આવેલ પાર્લર પર વેપારીને લુખ્ખાતત્વોએ છરી અને ધારિયા વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પાર્લરના વેપારીએ દૂધના રૂપિયા માંગતા લુખ્ખાતત્વોએ હુમલો કર્યો હતો. નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ ગાડીમાં આવેલ 3 જેટલાં માથાભારે તત્વોએ વેપારી પર માથાકૂટ કરીને હુમલો કર્યો હતો.
પાટણમાં ધંધો કરવો હોય તો માંગીયે તે વસ્તુ મફતમાં આપવી પડશે તેવી દાદાગીરી કરતા સમગ્ર ઘટના સરજાઈ હોવાની માહિતી મળી રહી છે. પાટણ બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં 5 દિવસ પહેલા ફરિયાદ નોંધાઈ અને સીસીટીવી પણ આપતાં છતાં આરોપીઓને પકડવામાં પાટણ પોલીસ નિષ્ફળ હોય તેવું જણાઇ રહ્યું છે.
What's Your Reaction?






