Patan: શંખેશ્વરના મુજપુર ગામે ગામની અંદર જવાના મુખ્ય માર્ગ ઉપર વગર વરસાદે કાદવકીચ્ચડ

Sep 22, 2025 - 02:30
Patan: શંખેશ્વરના મુજપુર ગામે ગામની અંદર જવાના મુખ્ય માર્ગ ઉપર વગર વરસાદે કાદવકીચ્ચડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શંખેશ્વર તાલુકાના મુજપુર ગામે વગર વરસાદે ગામના મુખ્ય માર્ગ ઉપર પાણીની રેલમ છેલ થવાથી ગામનો મુખ્ય માર્ગ ઉપર કાદવ કીચડ જોવા મળી રહ્યો છે. તેના કારણે સ્કુલે જતાં બાળકો કીચડ ખુંદતાં સ્કુલે જવા મજબુર તો બીજી તરફ્ વૃદ્ધો પણ પરેસાની ભોગવી રહ્યાછે અને તેવોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. વઢીયાર વિસ્તારના છેવાડાના રણ કાંઠા વીસ્તારોમાં ઉનાળો આવતાંની સાથે પીવાના પાણીની સમસ્યાઓ સામે આવતી હોય છે. લોકો પીવાના પાણી માટે આમ તેમ ભટકી પાણી મેળવતાં હોયછે જોકે અત્યારે સરકાર દ્વારા રોડ રસ્તાઓ અને પીવાના પાણીની સમસ્યાથી લોકોને કોઈ જાતની તકલીફ્ ના પડે તેને લઈને જિલ્લાના અધીકારીઓ તકેદારી રાખતા હોય છે અને લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેથી ગામે ગામ પીવાના પાણીના બોરની વ્યવસ્થા અથવા નેધરલેન્ડ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે. પરંતું મુજપુર ગામે ઉલ્ટી ગંગા જોવા મળે છે. અમુક ગામોમાં લોકોને પીવાનું પુરતું પાણી નથી મળી રહ્યું તેવામાં મુજપુર ગામની અંદર જવાના મુખ્ય રસ્તે માટી નાખી ખાડા બુર્યા તો બીજી તરફ્ લોકો દ્વારા પીવાના પાણીનો બેફામ વેફ્ડાટ કરી ગામના જાહેર રસ્તા ઉપર કાદવ કીચડ કરતા જોવા મળે છે. ક્યાંક લોકોને પીવાનું પુરતું પાણી નથી મળતું ત્યારે અહી તો બેફામ પાણીનો વેફ્ડાટ થતો જોવા મળે છે. આ બાબતે ગામના સરપંચ દ્વારા યોગ્ય પગલાં ભરે અને રસ્તે નીકળ તું પાણી બંધ કરાવે તેવું ગામના જાગૃત નાગરિકો જણાવી રહ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0