Patan: માનપુરા પાટિયા પાસે ટ્રેલરમાં બાઈક ઘૂસતાં દંપતિનું મોત

Jun 10, 2026 - 06:00
Patan: માનપુરા પાટિયા પાસે ટ્રેલરમાં બાઈક ઘૂસતાં દંપતિનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાંતલપુર તાલુકાના માનપુરા પાટિયા નજીક આજે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પતિ-પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. સમી તાલુકાના મહમદપુરા (બાસ્પા) ગામના રહેવાસી નિરાશ્રીત ભરતભાઈ કુંભાભાઈ અને તેમના પત્ની નિરાશ્રિાત મિતલબેન ભરતભાઈ સાંતલપુર દીકરી અનેં જમાઈ સાથે પિયર પોતાના સ્વજનોને મળવા આવ્યા હતા. મુલાકાત પૂર્ણ કરીને બંને બાઈક પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વારાહી નજીક માનપુરા પાટિયા પાસે સાંજે તેમની બાઈક એલપીજી ટ્રેલરની પાછળ ઘુસી ગઈ હતી. અને ગંભીર ગમખ્વાર સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે પતિ-પત્ની બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંનેના મૃતદેહોને વારાહી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વારાહી રેફરલ હોસ્પિટલમાં બંનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અચાનક સર્જાયેલા આ કરુણ અકસ્માતથી બંને પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0