Patan: તાલુકા પંચાયત કચેરી પાસે પાર્ક કરેલી કારમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ બુઝાવી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ શહેરના હાર્દ સમાન તાલુકા પંચાયત કચેરી પાસે રવિવારે એક ખાનગી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધુમાડાના ગોટેગોટા હવામાં ઉંચે ઉડતા જોઈ લોકોમાં ભય વ્યાપી ગયો હતો. જોકે, પાટણ નગરપાલિકાના ફાયર ફાઈટરોએ સમયસૂચકતા વાપરી આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાનિ ટળી હતી.
પાર્ક કરેલી કાર બની આગનો ગોળો
રવિવારની રજા હોવા છતાં તાલુકા પંચાયત કચેરીનો વિસ્તાર સતત અવરજવરથી ધમધમતો હોય છે. અહીં કમ્પાઉન્ડ પાસે પાર્ક કરેલી એક ખાનગી કારના એન્જિનના ભાગમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. રાહદારીઓ અને આસપાસના લોકો આ દ્રશ્ય જોઈને સુરક્ષિત અંતરે ભાગવા લાગ્યા હતા.
ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી
ઘટનાની જાણ થતા જ પાટણ નગરપાલિકાનો ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કારમાં કોઈ વ્યક્તિ સવાર ન હોવાથી જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
આ પણ વાંચો: Kutch: સરહદ પર ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ, લકીનાળા બકલબેટ પર BSFના જવાનો સાથે કરાયું ધ્વજ વંદન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

