Patan: જિલ્લાના ગણેશ પંડાલના આયોજકોને રોકડ પુરસ્કારો જીતવા માટેની સુવર્ણ તક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ જિલ્લામાં શ્રોષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતાના આયોજન અંતર્ગત શુક્રવારે કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટર તુષાર ભટ્ટે ગણેશ પંડાલના આયોજકોને માહિતી આપતાં જણાવ્યું કે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ્ થ્રી તેમજ પાંચ અશ્વાસન એમ કુલ આઠની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
ગણેશ પંડાલનાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી (ઇકો ફ્રેન્ડલી), ઓપરેશન સિંદૂર- દેશ ભક્તિ, સ્વદેશી, પંડાલ સ્થળની પસંદગી (ટ્રાફ્કિ કે આસપાસનાં લોકોને અડચણ રૂપ ના થાય), સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી અને ગણેશ પંડાલ તરફ્થી કરવામાં આવનાર પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી જિલ્લામાંથી સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા એક શ્રોષ્ઠ પંડાલની પસંદગી કરવામાં આવશે. આ માટે જિલ્લા રમતગમત કચેરી ખાતે ગણેશ પંડાલનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જિલ્લાની મૂલ્યાંકન કમિટી પંડાલની મુલાકાત લેશે અને નિર્ણાયક કમિટી શ્રોષ્ઠ શ્રી ગણેશ પંડાલની પસંદગી કરશે. શ્રોષ્ઠ પંડાલના ફોટા-વિડીયો તેમજ અન્ય જરૂરી વિગતો કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરને મોકલવામાં આવશે. પસંદગી પામેલ 1 થી 3 ક્રમે આવેલ ગણેશ પંડાલનાં વિજેતાઓને ગુજરાત સરકાર તરફ્થી પ્રથમ ક્રમે વિજેતાને રૂ.5,00,000/-, દ્વિતીય ક્રમે વિજેતાને રૂ.3,00,000/-, તૃતીય ક્રમે વિજેતાને રૂ. 1.50,000/- રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂ.1,00,000/- રોકડ પુરસ્કાર આપવામાં આ શ્રોષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેનાં ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જીલ્લા સેવા સદન- બ્લોક -2, બીજો માળ, પાટણ ખાતેથી મેળવી તા.26/08/2028 સાંજે 05:00 કલાક સુધી માં પરત કરવાના રહેશે. સમય મર્યાદા બાદ ફોર્મ માન્ય રહેશે નહિ. શ્રોષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટેના જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પાટણ ખાતે જેટલા ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવેલ હશે. તેટલા જ શ્રી ગણેશ પંડાલની નિર્ણાયકો દ્વારા ચકાસણી કરી, તેમાંથી એક શ્રી ગણેશ પંડાલની પસંદગી કરી જિલ્લાની સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવશે. શ્રોષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતામાં ભાગ લેનાર સ્પર્ધકોએ પંડાલની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફ્સ ક્લિક કરી પેન ડ્રાઈવમાં મોકલી આપવાના રહેશે.
What's Your Reaction?






