Patan Rain: સિધ્ધપુરમાં ધોધમાર વરસાદથી નદી-તળાવો છલકાયા, 251થી વધુ સ્થાનિકોનું સ્થળાંતર

પાટણના સિદ્ધપુરમાં સવારથી સતત વરસાદ શરૂ સિદ્ધપુરમાં ઋષિ તળાવ વિસ્તાર, પેપલ્લ્લા વિસ્તાર પાણીમાં ગરકાવ તંત્રએ પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરીપાટણના સિદ્ધપુરમાં સવારથી સતત વરસાદ શરૂ છે. સિદ્ધપુરમાં ઋષિ તળાવ વિસ્તાર, પેપલ્લ્લા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેનાથી 250 થી વધારે સ્થાનિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તંત્રએ પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરી છે.રાધનપુર તાલુકાના છાણીયાથરથી જાખેલ રોડ પર આવેલ ડીપમાં પાણીનો પ્રવાહ વધારે પસાર થતો હોવાથી રાહદારીઓ માટે છાણીયાથર - જાખેલ રોડ બંધ કરવામાં આવેલ છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે છાણીયાથર,રાધનપુર, ગોચનાદ પાટીયાથી બાબરી, જાખેલ રોડથી અવરજવર કરી શકાશે. વહેલી સવારથી 12 વાગ્યા સુધીનો વરસાદ હારીજ - 18 mm સાંતલપુર - 29 mm શંખેશ્વર - 25 mm સરસ્વતી - 11 mm પાટણ - 14 mm રાધનપુર - 21 mm ચાણસ્મા - 7 mm સિદ્ધપુર - 20 mm સમી - 38 mmહારીજમાં હસ્તિનાપુર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતાં નગરપાલિકા ટીમ દ્વારા વરસાદી પાણી નિકાલની તાત્કાલિક કરવામાં આવી હતી. પાટણ જિલ્લામાં SDRF ની એક ટુકડી જિલ્લા હેડ ક્વાર્ટર ખાતે ડિપ્લોય કરી સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ નોંધાયો હારીજ - 104 mm સાંતલપુર - 80 mm શંખેશ્વર - 79 mm સરસ્વતી - 28 mm પાટણ - 56 mm રાધનપુર - 59 mm ચાણસ્મા -75 mm સિદ્ધપુર - 150 mmત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.   

Patan Rain: સિધ્ધપુરમાં ધોધમાર વરસાદથી નદી-તળાવો છલકાયા, 251થી વધુ સ્થાનિકોનું સ્થળાંતર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાટણના સિદ્ધપુરમાં સવારથી સતત વરસાદ શરૂ 
  • સિદ્ધપુરમાં ઋષિ તળાવ વિસ્તાર, પેપલ્લ્લા વિસ્તાર પાણીમાં ગરકાવ
  •  તંત્રએ પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરી

પાટણના સિદ્ધપુરમાં સવારથી સતત વરસાદ શરૂ છે. સિદ્ધપુરમાં ઋષિ તળાવ વિસ્તાર, પેપલ્લ્લા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેનાથી 250 થી વધારે સ્થાનિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તંત્રએ પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરી છે.

રાધનપુર તાલુકાના છાણીયાથરથી જાખેલ રોડ પર આવેલ ડીપમાં પાણીનો પ્રવાહ વધારે પસાર થતો હોવાથી રાહદારીઓ માટે છાણીયાથર - જાખેલ રોડ બંધ કરવામાં આવેલ છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે છાણીયાથર,રાધનપુર, ગોચનાદ પાટીયાથી બાબરી, જાખેલ રોડથી અવરજવર કરી શકાશે.

વહેલી સવારથી 12 વાગ્યા સુધીનો વરસાદ

  • હારીજ - 18 mm
  • સાંતલપુર - 29 mm
  • શંખેશ્વર - 25 mm
  • સરસ્વતી - 11 mm
  • પાટણ - 14 mm
  • રાધનપુર - 21 mm
  • ચાણસ્મા - 7 mm
  • સિદ્ધપુર - 20 mm
  • સમી - 38 mm

હારીજમાં હસ્તિનાપુર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતાં નગરપાલિકા ટીમ દ્વારા વરસાદી પાણી નિકાલની તાત્કાલિક કરવામાં આવી હતી. પાટણ જિલ્લામાં SDRF ની એક ટુકડી જિલ્લા હેડ ક્વાર્ટર ખાતે ડિપ્લોય કરી સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.

છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ નોંધાયો

  • હારીજ - 104 mm
  • સાંતલપુર - 80 mm
  • શંખેશ્વર - 79 mm
  • સરસ્વતી - 28 mm
  • પાટણ - 56 mm
  • રાધનપુર - 59 mm
  • ચાણસ્મા -75 mm
  • સિદ્ધપુર - 150 mm

ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.