Patan News: હાંસાપુરમાં માતાજીની રમેલમાં ધૂણતા ધૂણતા ભુવાજીનું મોત, ઘટનાનો વીડિયો વાયરલ થયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ જિલ્લામાં હારિજના હાંસાપુર ગામમાં માતાજીની રમેલ યોજાઈ હતી. આ રમેલ દરમિયાન અનેક લોકો માતાજીના દર્શન માટે હાજર હતાં. ત્યાં એક દુઃખદ ઘટના બની હતી. રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં એક ભુવાજી ધૂણી રહ્યા હતાં. આ દરમિયાન તેમની પર કેટલાક લોકો ફૂલો ઉછાળતા હતાં. ત્યાં જ ભુવાજી અચાનક ઢળી પડ્યા હતાં. ભુવાજીનું રમેલ દરમિયાન મોત થતાં લોકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ભુવાજી અમૃતલાલ બારોટનું મોત નીપજ્યું
પાટણ જિલ્લાના હાંસાપુર વિસ્તારમાં આવેલી આસોપાલવ સોસાયટીમાં ધાર્મિક પ્રસંગ નિમિત્તે રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રમેલના ધાર્મિક કાર્યક્રમમાં આસપાસના લોકો તેમજ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.તે સમયે અડિયા ગામના ભુવાજી અમૃતલાલ બારોટ પણ આ રમેલમાં ઉપસ્થિત હતા અને તેઓ વિધિ મુજબ ધુણી રહ્યા હતા.રમેલમાં ધાર્મિક માહોલ વચ્ચે ભુવાજી સતત ધુણતા ધુણતા અચાનક જ જમીન પર ઢળી પડ્યા હતા.ત્યાં હાજર લોકો કંઈ સમજે તે પહેલાં જ ક્ષણભરમાં આ દુઃખદ સ્થિતિ સર્જાઈ ગઈ હતી. રમેલના કાર્યક્રમમાં ધુણતા ધુણતા અચાનક ઢળી પડ્યા બાદ ભુવાજી અમૃતલાલ બારોટનું મોત નીપજ્યું હતું.
ધાર્મિક પ્રસંગમાં આ પ્રકારની ઘટના બની
ભુવાજીના આ રીતે અચાનક થયેલા નિધનથી સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.ધાર્મિક આયોજન દરમિયાન બનેલી આ અણધારી ઘટનાને પગલે રમેલમાં ઉપસ્થિત સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.સામાન્ય રીતે ભક્તિભાવ સાથે યોજાતા આ કાર્યક્રમમાં ભુવાજીના આકસ્મિક મોતને કારણે ભારે ગમગીની છવાઈ ગઈ હતી. આ સમગ્ર કરુણ બનાવ પાટણ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.રાત્રિ દરમિયાન રમેલમાં જ્યારે ભુવાજી ધુણી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈના મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો.ધુણતા ધુણતા ભુવાજી ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યા હોવાનો આ કંપારી છૂટી જાય તેવો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં જ લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચોઃ Dwarka News: ધારાસભ્ય પબુભા માણેકે જાહેરમાં કહ્યું, મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

