Patan News: સમી શંખેશ્વર હાઈવે પર ડ્રાઈવરે કાબુ ગુમાવતા બોલેરો ગાડી ખાડામાં ખાબકી

May 24, 2026 - 15:00
Patan News: સમી શંખેશ્વર હાઈવે પર ડ્રાઈવરે કાબુ ગુમાવતા બોલેરો ગાડી ખાડામાં ખાબકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ જિલ્લાના સમી નજીક આવેલા શંખેશ્વર હાઈવે પર આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક બોલેરો ગાડીના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી ગઈ હતી.આ અકસ્માતમાં ગાડીમાં સવાર પાંચ મુસાફરોને નાનીમોટી ઈજાઓ પહોંચી છે.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ગાડી અચાનક રોડ પરથી ફંટાઈને સીધી ખાડામાં ખાબકી

મળતી માહિતી મુજબ,શંખેશ્વર હાઈવે પર આજે વહેલી સવારના સમયે હાઈવે પર ટ્રાફિક ઓછો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે બોલેરો ગાડી અચાનક રોડ પરથી ફંટાઈને સીધી ખાડામાં ખાબકે છે.અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત જ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી ગાડીમાં ફસાયેલા તમામ પાંચ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ સમી પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને,સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની વધુ તપાસ હાથ ધરી છે.વહેલી સવારે ડ્રાઈવરને જોકું આવી ગયું હતું કે ગાડીમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી,તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચોઃ Gandhinagar News : બકરી ઈદની રજાને કારણે ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર, જાણો નવું સમયપત્રક


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0