Patan News: પોલીસે અલગ અલગ ગામમાં કોમ્બિંગ કરીને 18 હુમલાખોરોની ધરપકડ કરી, હવે તમામના વરઘોડા કાઢશે

Mar 18, 2026 - 13:30
Patan News: પોલીસે અલગ અલગ ગામમાં કોમ્બિંગ કરીને 18 હુમલાખોરોની ધરપકડ કરી, હવે તમામના વરઘોડા કાઢશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં. તાજેતરમાં જ મોડી રાત્રે જીલીયામાં એક ફાર્મ પર 20થી વધુ અસામાજિક તત્વોએ હિંસક હુમલો કરી ભારે તોડફોડ મચાવી હતી.આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, લુખ્ખાઓએ સ્થળ પર પહોંચેલી પોલીસ કર્મીઓ પર જ પ્રતિકાર કરી ત્યાંથી ભાગવા મજબૂર કરી દીધા હતા. આ ઘટનામાં ચાર દિવસ બાદ પોલીસ એક્શનમાં આવી છે. ગૃહ વિભાહે લાલ આંખ કરતાં જ પોલીસની એક્શન શરૂ થઈ છે. પોલીસે અલગ અલગ ગામોમાં કોમ્બિંગ શરૂ કર્યું છે.

આરોપીઓનો પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવશે

પાટણના જીલીયામાં પોલીસ પર થયેલા હુમલા બાદ ગૃહ વિભાગે લાલ આંખ કરીને પીઆઈ સહિતના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતાં. ત્યાર બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને અલગ અલગ ગામોમાં કોમ્બિંગ કરવાનું શરૂ કર્યું છે. પોલીસે આ ઘટનામાં જહુભા ઠાકોર સહિત કૂલ 18 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ તમામ આરોપીઓનો પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવશે. આ ઉપરાંત તમામ આરોપીઓની ઓળખ પરેડ પણ કરવામાં આવશે.

તેઓએ ખુલ્લેઆમ પોલીસને પડકારી હતી

પાટણના જીલીયા ફાર્મમાં મોડી રાત્રે 20થી વધુ લુખ્ખાઓનું ટોળું લાકડીઓ અને હથિયારો સાથે ત્રાટક્યું હતું.આ ટોળાએ ફાર્મ હાઉસમાં મિલકતને નુકસાન પહોંચાડી આતંકનું વાતાવરણ સર્જ્યું હતું.ઘટનાની જાણ થતા જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે અસામાજિક તત્વો ડરવાને બદલે પોલીસ સામે જ થઈ ગયા હતા. અસામાજિક તત્વોએ પોલીસ સાથે ઝપાઝપી કરી અને એવો પ્રતિકાર કર્યો કે પોલીસ જવાનોને પોતાની સુરક્ષા માટે સ્થળ પરથી ભાગવું પડ્યું હતું. લુખ્ખાઓના મનમાં કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ તેઓએ ખુલ્લેઆમ પોલીસને પડકારી હતી.

આ પણ વાંચોઃ Vadodara News : મુસ્લિમ પરિવારમાં ઉછરેલા સિરાજને હવે હિન્દુ બનવું છે, કલેક્ટર કચેરીમાં અરજી કરી



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0