Patan News: ગોચનાદ ગામ પાસે ગમખ્વાર અકસ્માત, સોની પરિવારના બે સભ્યોના મોત, ચાર ગંભીર

Oct 23, 2026 - 12:30
Patan News: ગોચનાદ ગામ પાસે ગમખ્વાર અકસ્માત, સોની પરિવારના બે સભ્યોના મોત, ચાર ગંભીર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ જિલ્લાના સમી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સમી નજીક આવેલા ગોચનાદ ગામ પાસે એક પુરપાટ ઝડપે જતી સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચરઘાણ નીકળી ગયો હતા. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ભારે હાહાકાર મચી ગયો હતો.

બેંગલુરુથી આવેલો સોની પરિવાર શોકમાં ડૂબ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલો સોની પરિવાર મૂળ બેંગલુરુમાં સ્થાયી થયેલો હતો અને હાલ ગુજરાત ફરવા માટે આવ્યો હતો. આ પરિવાર દ્વારકા ખાતે દર્શન કરીને પોતાની દીકરીને મળવા માટે ભાભર તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન કાળ બનીને આવેલી ટ્રકે તેમની કારને અડફેટે લીધી હતી. આ કરૂણ અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યોનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.

ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ ગોઝારા અકસ્માતમાં પરિવારના અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત તમામ 4 લોકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

Patan News: 2 Members of Soni Family Dead, 4 Injured in road accident

પોલીસ કાર્યવાહી અને પોસ્ટ મોર્ટમની કામગીરી હાથ ધરાઈ

ઘટનાની જાણ થતાં જ સમી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓના મૃતદેહોને કબ્જે કરીને પોસ્ટ મોર્ટમ અર્થે સમીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. સમી પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને ટ્રક ચાલકની ભૂમિકા શું હતી તે દિશામાં વધુ સઘન તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: Patan: HNGUના પરીક્ષા ખંડમાં ડિજિટલ ગેજેટ્સ સાથે ચોરીનો પર્દાફાશ! પહેલા જ દિવસે 23 વિદ્યાર્થીઓ સકંજામાં



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0