Patan news: હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તોડવું ભારે પડ્યું, લગ્નમાં રાસ-ગરબા યોજવા બદલ 1.50 લાખનો દંડ

May 4, 2026 - 00:30
Patan news: હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તોડવું ભારે પડ્યું, લગ્નમાં રાસ-ગરબા યોજવા બદલ 1.50 લાખનો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ જિલ્લાના હારીજમાં ઠાકોર સમાજ દ્વારા બનાવવામાં આવેલા સામાજિક નિયમો એટલે કે 'બંધારણ'ના ભંગનો મોટો કિસ્સો સામે આવ્યો છે. હારીજના મોબુજી ઠાકોરના પુત્ર વિજયના લગ્ન પ્રસંગે સામાજિક નિયમોની અવગણના કરી લાઈવ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવતા સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે મળેલી સમાજની બેઠકમાં બંધારણ તોડનાર પરિવારને દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જમાઈઓએ ગીત ગાયા ને સસરાને દંડ થયો

ઘટનાની મળતી માહિતી અનુસાર, મોબુજી ઠાકોરના પુત્રના લગ્ન પ્રસંગે લાઈવ રાસ-ગરબા યોજાયા હતા, જેમાં જાણીતા કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે સ્ટેજ પર ગીતો લલકાર્યા હતા. મહત્વની વાત એ છે કે, આ બંને કલાકારો મોબુજી ઠાકોરના જમાઈ થાય છે. ઠાકોર સમાજના બંધારણ મુજબ લગ્ન પ્રસંગોમાં આવા ભપકાદાર આયોજનો પર પ્રતિબંધ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

દંડ નહીં ભરે તો જ્ઞાતિ બહાર મૂકાશે

આ ઘટનાને પગલે આજે હારીજ ખાતે આવેલી ઠાકોર સમાજની વાડીમાં સમાજની તાલુકા સમિતિ અને આગેવાનોની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં હારીજ તાલુકાના અન્ય ચાર ગામોમાં પણ બંધારણ ભંગના કિસ્સાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અંતે, મોબુજી ઠાકોરના પરિવારને આવતીકાલે સાંજ સુધીમાં 1.50 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ અપાયો છે. જો નિયત સમયમાં દંડની રકમ જમા નહીં કરાવવામાં આવે, તો પરિવારને જ્ઞાતિ બહાર કરવાનો કડક નિર્ણય લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0