Patan News : તંત્રની વધુ એક બેદરકારી, રાધનપુરમાં ખુલ્લી ગટરમાં બાળક ખાબક્યો, પરંતુ...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ખુલ્લી ગતરો જીવલેણ સાબિત થઇ રહી છે ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુરના રાજગઢી વિસ્તારમાં એક બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યો હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે.
રાજગઢી વિસ્તારનો વીડિયો થયો વાયરલ
તમને જણાવી દઈએ કે, રાધનપુરના રાજગઢી વિસ્તારમાં એક બાળક રમી રહ્યું હતું તે દરમિયાન અચાનક ખુલ્લી પડેલી ગટરમાં ખાબકી પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો પર વાયરલ થયો છે. આ પહેલા પણ ગુજરાતના અનેક શહેરોમાં આવા બનાવો બન્યા છે જ્યાં બાળકો ખુલ્લી ગટરોમાં પડ્યા હોય અને કેટલાક કિસ્સાઓમાં જીવ ગુમાવ્યો હોય.
ખુલ્લી ગટરો બંધ કરવા સ્થાનિકોની માંગ
રાધનપુરમાં બનેલી આ ઘટના બાદ સ્થાનિક નગરપાલિકા અને જવાબદાર તંત્ર દ્વારા ખુલ્લી ગટરોને ઢાંકવા અને આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા પ્રબળ માંગ કરવામાં આવી છે.
What's Your Reaction?






