Patan: 12 લોકોને શ્વાને બચકાં ભરતા અફરાતફરી, ઈન્જેક્શન ન મળતાં દર્દીઓને પાટણ ખસેડાયા; ગીર સોમનાથમાં 2 વર્ષની બાળકી પર હુમલો

Oct 6, 2026 - 17:30
Patan: 12 લોકોને શ્વાને બચકાં ભરતા અફરાતફરી, ઈન્જેક્શન ન મળતાં દર્દીઓને પાટણ ખસેડાયા; ગીર સોમનાથમાં 2 વર્ષની બાળકી પર હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં રખડતા શ્વાનના હુમલાની 2 ગંભીર ઘટનાઓ સામે આવી છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં દેલાણા, ગોતરકા, ગુલાબપુરા અને રામેશ્વર ગામમાં શ્વાનના હુમલામાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના ફુલકા ગામમાં ઘરના ફળિયામાં રમતી માત્ર 2 વર્ષની બાળકી પર રખડતા શ્વાને હુમલો કરતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.

રાધનપુરમાં 12 લોકોને શ્વાનના આચકાં

રાધનપુર તાલુકાના 4 ગામમાં શ્વાને આતંક મચાવતા કુલ 12 લોકો તેનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોમાં દેલાણા પ્રાથમિક શાળાના નિર્દોષ બાળકોનો પણ સમાવેશ થાય છે. શ્વાનના હુમલા બાદ તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ ગોતરકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે દર્દીઓને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઈમ્યુનોગ્લોબ્યુલિન ન મળતાં દર્દીઓને ધારપુર મોકલાયા

રાધનપુર રેફરલ હોસ્પિટલ પહોંચેલા દર્દીઓ માટે સારવાર દરમિયાન ગંભીર મુશ્કેલી સામે આવી હતી. રેફરલ હોસ્પિટલમાં હડકવા વિરોધી ઈમ્યુનોગ્લોબ્યુલિન ઈન્જેક્શન ઉપલબ્ધ ન હોવાનું જણાવાયું છે. ઈન્જેક્શનની ઉપલબ્ધતા ન હોવાથી તમામ 12 દર્દીઓને વધુ સારવાર માટે પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ દોડતા પરિવારજનોમાં આક્રોશ

શ્વાનના હુમલાનો ભોગ બનેલા દર્દીઓને સારવાર માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ખસેડવા પડતાં પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોમાં પણ આરોગ્ય તંત્રની વ્યવસ્થા સામે આક્રોશ ફેલાયો છે.ખાસ કરીને હડકવાના જોખમવાળા કિસ્સામાં જરૂરી સારવાર અને ઈન્જેક્શનની ઉપલબ્ધતા અંગે સવાલો ઊભા થયા છે.

ગીરસોમનાથમાં 2 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો

બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના ફુલકા ગામમાં રખડતા શ્વાને ઘરના ફળિયામાં રમતી 2 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાનના હુમલામાં બાળકીના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી

બાળકીને લોહીલુહાણ હાલતમાં પરિવારજનો સારવાર માટે ઉના સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેને ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.મજૂરી કરતા પરિવારની એકની એક દીકરી, ઘટનાથી ચિંતા

બાળકીના પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાનું અને પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવતો હોવાનું જણાવાયું છે. પરિવારની એકની એક દીકરી પર રખડતા શ્વાને હુમલો કરતાં પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે. બંને ઘટનાઓએ ફરી એકવાર રખડતા શ્વાનના નિયંત્રણ અને શ્વાનના હુમલા બાદ જરૂરી તબીબી સારવારની ઉપલબ્ધતા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. 


આ પણ વાંચો :    Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0