Patan: સિદ્ધપુરમાં નેદ્રા ગામમાં ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ, 2 મજૂરો દાઝી ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છેલ્લા થોડા સમયથી ગુજરાતની વિવધ જગ્યાઓ પર ઘણી આગ અને બ્લાસ્ટની ઘટનાઓ બની છે. ઈન્ડસ્ટ્રીયલ એરિયા અને રહેણાંક વિસ્તારોમાં આગની ઘટનાઓમાં જાનમાલનું ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે.જેમાં ઘણીવાર વિકરાળ આગને બુઝાવવા માટે ફાયર વિભાગને પણ ભારે જહેમત ઉઠાવવાનો વારો આવે છે. ત્યારે પાટણના સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 2 મજૂરો દાઝી ગયા હતા.
નેદ્રા ગામે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામ નજીક આતિશ ઇન્ડસ્ટ્રીલીઝ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. ઇસબગુલની ફેક્ટરીના બોઇલરમાં બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બોઇલરમાં બ્લાસ્ટ થતા સ્થળ પર કામ કરતા વરાળના લીધે 2 મજૂરો દાઝી ગયા હતા. જેથી આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. તેમજ બોઇલરની પાસેથી દૂર સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા.
2 મજૂરો દાઝતા સારવાર હેઠળ ખસેડાયા
ઇસબગુલની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 2 મજૂરો દાઝી ગયા હતા. બોઇલર વિભાગમાં કામ કરતા 2 મજૂરોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. દાઝેલા 2 મજૂરોને વધુની સારવાર માટે મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર ઘટના બની તે દરમિયાન તંત્ર આ ઘટનાથી અજાણ હોવાનું સામે આવ્યું હતું. તો બ્લાસ્ટની એક ગંભીર ઘટના બનાસકાંઠાના ડીસામાંથી પણ સામે આવી હતી. બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેકટરીમાં અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ થયો હતો. જેના લીધે 21 શ્રમિકોના જીવ હોમાયા હતા.
What's Your Reaction?






