Patan: ભારે વરસાદના કારણે ઘરમાં પાણી ભરાતા લોકોએ સ્થળાંતર કર્યું

પાટણ જિલ્લામાં સતત અવિરત વરસાદમા ઠેર ઠેર નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. ત્યારે શંખેશ્વર તાલુકામાં સતત વરસાદ તેમજ ઉપરવાસમા ભારે વરસાદને પગલે સિમ વિસ્તારોમાં નવા નીરની આવક થતા આસપાસના તળાવો પણ છલકાયા છે. જેમાં શંખેશ્વરના સિમ વિસ્તારમા આવેલ ખારસોર તળાવ, જસવાળી તળાવ ઓવરફ્લો થતા તેના પાણી ઇન્દિરા નગરમા ફરી વળ્યા છે. 75 લોકોનું ટ્રેકટર દ્વારા સ્થળાતર કરી કન્યા શાળામાં આસરો આપ્યો તળાવ ઓવરફ્લો થતા પાણી ઇન્દિરા નગરમા ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં લોકોએ રાતભર પાણીમાં પસાર કરવાનો વારો આવ્યો હતો. તો ઘટનાની જાણ વહીવટી તંત્રને થતા આ વિસ્તારમાં વસવાટ કરતા 150 પરિવારોમાંથી 75 લોકોનું ટ્રેકટર દ્વારા સ્થળાતર કરી કન્યા શાળામાં આસરો આપ્યો હતો. જ્યા લોકો માટે ખાવા પીવાની સગવડ કરાઈ હતી. તો હજુ પણ આ વિસ્તારમા અનેક લોકો વરસાદી પાણીમાં જ રહેવા મજબુર બન્યા છે. શંખેશ્વર તાલુકામાં અવિરત વરસાદે તારાજી સર્જી છે. ઘૂંટણ સુધીના પાણીમાં લોકો રહેવા મજબુર બન્યા શંખેશ્વર તાલુકાના સિમ વિસ્તારના પાણી લોકોના ઘરો તેમજ જાહેર માર્ગો પર ફરી વળ્યા છે. શંખેશ્વરના ઇન્દિરા નગર વિસ્તારમા પાણી ભરાતા લોકોનું સ્થળાતર કરાયું છે. ઇન્દિરા નગર વિસ્તારમા 150 પરિવારોમાંથી 75 લોકોનું તંત્રએ સ્થળાતર કર્યું છે. જેમાં શંખેશ્વર ગ્રામ પંચાયત દ્વારા લોકોનું સ્થળાતર કરાયુ છે. ઇન્દિરા નગર વિસ્તારમાં કમર સુધી વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા લોકોનું સ્થળાતર કરાયુ છે. લોકોએ આખી રાત ઘરોમાં પાણીમાં વિતાવી છે. જેમાં વહીવટી તંત્રએ શંખેશ્વર કન્યા શાળામા લોકોને આસરો આપ્યો છે. વિસ્તારમા અત્યારે પણ ઘૂંટણ સુધીના પાણીમાં લોકો રહેવા મજબુર બન્યા છે.

Patan: ભારે વરસાદના કારણે ઘરમાં પાણી ભરાતા લોકોએ સ્થળાંતર કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ જિલ્લામાં સતત અવિરત વરસાદમા ઠેર ઠેર નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. ત્યારે શંખેશ્વર તાલુકામાં સતત વરસાદ તેમજ ઉપરવાસમા ભારે વરસાદને પગલે સિમ વિસ્તારોમાં નવા નીરની આવક થતા આસપાસના તળાવો પણ છલકાયા છે. જેમાં શંખેશ્વરના સિમ વિસ્તારમા આવેલ ખારસોર તળાવ, જસવાળી તળાવ ઓવરફ્લો થતા તેના પાણી ઇન્દિરા નગરમા ફરી વળ્યા છે.


75 લોકોનું ટ્રેકટર દ્વારા સ્થળાતર કરી કન્યા શાળામાં આસરો આપ્યો

તળાવ ઓવરફ્લો થતા પાણી ઇન્દિરા નગરમા ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં લોકોએ રાતભર પાણીમાં પસાર કરવાનો વારો આવ્યો હતો. તો ઘટનાની જાણ વહીવટી તંત્રને થતા આ વિસ્તારમાં વસવાટ કરતા 150 પરિવારોમાંથી 75 લોકોનું ટ્રેકટર દ્વારા સ્થળાતર કરી કન્યા શાળામાં આસરો આપ્યો હતો. જ્યા લોકો માટે ખાવા પીવાની સગવડ કરાઈ હતી. તો હજુ પણ આ વિસ્તારમા અનેક લોકો વરસાદી પાણીમાં જ રહેવા મજબુર બન્યા છે. શંખેશ્વર તાલુકામાં અવિરત વરસાદે તારાજી સર્જી છે.


ઘૂંટણ સુધીના પાણીમાં લોકો રહેવા મજબુર બન્યા

શંખેશ્વર તાલુકાના સિમ વિસ્તારના પાણી લોકોના ઘરો તેમજ જાહેર માર્ગો પર ફરી વળ્યા છે. શંખેશ્વરના ઇન્દિરા નગર વિસ્તારમા પાણી ભરાતા લોકોનું સ્થળાતર કરાયું છે. ઇન્દિરા નગર વિસ્તારમા 150 પરિવારોમાંથી 75 લોકોનું તંત્રએ સ્થળાતર કર્યું છે. જેમાં શંખેશ્વર ગ્રામ પંચાયત દ્વારા લોકોનું સ્થળાતર કરાયુ છે. ઇન્દિરા નગર વિસ્તારમાં કમર સુધી વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા લોકોનું સ્થળાતર કરાયુ છે. લોકોએ આખી રાત ઘરોમાં પાણીમાં વિતાવી છે. જેમાં વહીવટી તંત્રએ શંખેશ્વર કન્યા શાળામા લોકોને આસરો આપ્યો છે. વિસ્તારમા અત્યારે પણ ઘૂંટણ સુધીના પાણીમાં લોકો રહેવા મજબુર બન્યા છે.