Patan: પોલીસે રાત્રે મેગા કોમ્બિગ કરતાં અસામાજિક તત્વોમાં ફફ્ડાટ

Mar 18, 2026 - 06:00
Patan: પોલીસે રાત્રે મેગા કોમ્બિગ કરતાં અસામાજિક તત્વોમાં ફફ્ડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું હોય તેમ જણાય રહ્યું છે. જેને લઈ પોલીસ પણ હવે અસામાજિક તત્વોને પાઠ ભણાવવાના મુડમાં હોય તેમ પાટણના ત્રણ પોલીસ સ્ટેશનના સ્ટાફ્ દ્વારા મધરાતે નાઈટ કોમ્બિગ કરતાં અસામાજિક તત્વોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો હતો. પોલીસે નાઈટ કોમ્બિગ દરમિયાન કુલ 11 જેટલા વાહનો ડિટેઈન કર્યા હતા. સાથે શંકાસ્પદ જણાતાં લોકોની પુછપરછ કરાઈ હતી.

પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધું મજબૂત બનાવવા માટે અને અસામાજિક તત્વો પર લગામ કસવા પાટણ એ ડિવિઝન તથા બી ડિવિઝન અને તાલુકા પોલીસ દ્વારા મધરાતે કોમ્બિગ કર્યું હતું. સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. પોલીસે શહેરના રહેણાંક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ લોકોની પુછપરછ કરી હતી. જેમાં બગવાડા દરવાજા, રેલવે સ્ટેશન વિસ્તાર, સુદામા ચોકડી, જુના ગંજ બજાર અને બુકડી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પોલીસે ટ્રાફ્કિના નિયમોનું પાલન નહીં કરતાં અલગ અલગ 11 વાહનો ડિટેઈન કર્યા હોવાનું એ ડિવિઝન ઈનચાર્જ પીઆઈહાર્દિક મકવાણાએ જણાવ્યુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0