Patan: દીકરીઓ ક્યાંય સુરક્ષિત નથી! લંપટ આચાર્યે બાળકી સાથે કર્યા શારીરિક અડપલા
સામાજિક જીવનમાં ગુરૂને ભગવાનથી પણ ઉપર ગણવામાં આવે છે, કારણ કે ગુરૂ અંધકારમાંથી અજવાળા તરફ લઇ જાય છે. પરંતુ જયારે ગુરૂ જ વાસના રૂપી અંધકારની ગર્તામાં ધકેલાય જાય ત્યારે…. આવી જ ઘટના પાટણના હારીજમાં શાળામાં આચાર્યની વધુ એક કરતૂત સામે આવી છે.પાટણના દુનાવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય સામે છેડતીનો આરોપ છે. પ્રવિણ પટેલ સામે છેડતીનો આરોપ લાગ્યો છે. બાળકીઓએ આચાર્યની કરતૂતની ફરિયાદ પરિવારજનોને કરી હતી. બાળકીઓના વાલીઓએ ફરિયાદ નોંધાવી છે. હારીજ પોલીસે આચાર્ય સામે કાર્યવાહી શરુ કરી છે.આપણે ત્યાં ગુરુને સૌથી ઉંચો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ એ જ ગુરુ ભક્ષક બને ત્યારે લોકોનો વિશ્વાસ ઉઠી જતો હોય છે. આવો જ શિક્ષણ જગતને લાંછન રૂપ ઘટના પાટણમાંથી સામે આવી છે. મળતી માહિતી મુજબ, હારીજ તાલુકાના દુનાવાડા ગામમાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પ્રાથમિક શાળાના આચાર્ય પર શાળાની વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરવાનો આરોપ છે. ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ આચાર્ય પ્રવીણ ભલાભાઈ પટેલ પર છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિનીઓ જ્યારે ઘરે પહોંચી ત્યારે પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ અંગેની માહિતી મળ્યા બાદ વિદ્યાર્થીઓના પરિવારજનો ગઈકાલે રાતે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા.દીકરીઓએ પરિવારને જાણ કરતા લંપટ આચાર્યનો ફૂટ્યો ભાંડો નોંધનીય છે કે, આ બાબતે દીકરીઓએ પરિવારને જાણ કરતા લંપટ આચાર્યનો ભાંડો ફૂટ્યો છે. વિદ્યાર્થિનીના પરિવારે મોડી રાત્રે હંગામો મચાવ્યો અને રોષ વ્યક્ત કર્યો હતો. વાલીઓએ હારીજ પોલીસ સ્ટેશનમાં જઈને મોડી રાત્રે હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા એક વાલીએ તો આચાર્યને થપ્પડ પણ ઝીંકી દીધી હતી. જો કે, કોઈ પણ દીકરીનો પિતા આ સહન ના કરે. જેથી પિતાએ આચાર્યને થપ્પડ પણ ઝીંકી દીધી હતી. વાલીઓએ અત્યારે આચાર્ય પ્રવિણ પટેલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સામાજિક જીવનમાં ગુરૂને ભગવાનથી પણ ઉપર ગણવામાં આવે છે, કારણ કે ગુરૂ અંધકારમાંથી અજવાળા તરફ લઇ જાય છે. પરંતુ જયારે ગુરૂ જ વાસના રૂપી અંધકારની ગર્તામાં ધકેલાય જાય ત્યારે…. આવી જ ઘટના પાટણના હારીજમાં શાળામાં આચાર્યની વધુ એક કરતૂત સામે આવી છે.
પાટણના દુનાવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય સામે છેડતીનો આરોપ છે. પ્રવિણ પટેલ સામે છેડતીનો આરોપ લાગ્યો છે. બાળકીઓએ આચાર્યની કરતૂતની ફરિયાદ પરિવારજનોને કરી હતી. બાળકીઓના વાલીઓએ ફરિયાદ નોંધાવી છે. હારીજ પોલીસે આચાર્ય સામે કાર્યવાહી શરુ કરી છે.
આપણે ત્યાં ગુરુને સૌથી ઉંચો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ એ જ ગુરુ ભક્ષક બને ત્યારે લોકોનો વિશ્વાસ ઉઠી જતો હોય છે. આવો જ શિક્ષણ જગતને લાંછન રૂપ ઘટના પાટણમાંથી સામે આવી છે. મળતી માહિતી મુજબ, હારીજ તાલુકાના દુનાવાડા ગામમાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પ્રાથમિક શાળાના આચાર્ય પર શાળાની વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરવાનો આરોપ છે. ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ આચાર્ય પ્રવીણ ભલાભાઈ પટેલ પર છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિનીઓ જ્યારે ઘરે પહોંચી ત્યારે પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ અંગેની માહિતી મળ્યા બાદ વિદ્યાર્થીઓના પરિવારજનો ગઈકાલે રાતે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા.
દીકરીઓએ પરિવારને જાણ કરતા લંપટ આચાર્યનો ફૂટ્યો ભાંડો
નોંધનીય છે કે, આ બાબતે દીકરીઓએ પરિવારને જાણ કરતા લંપટ આચાર્યનો ભાંડો ફૂટ્યો છે. વિદ્યાર્થિનીના પરિવારે મોડી રાત્રે હંગામો મચાવ્યો અને રોષ વ્યક્ત કર્યો હતો. વાલીઓએ હારીજ પોલીસ સ્ટેશનમાં જઈને મોડી રાત્રે હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા એક વાલીએ તો આચાર્યને થપ્પડ પણ ઝીંકી દીધી હતી. જો કે, કોઈ પણ દીકરીનો પિતા આ સહન ના કરે. જેથી પિતાએ આચાર્યને થપ્પડ પણ ઝીંકી દીધી હતી. વાલીઓએ અત્યારે આચાર્ય પ્રવિણ પટેલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.