Bhavnagar: સોની વેપારીને ધમકી આપનાર નકલી PSIની અસલી પોલીસે ધરપકડ કરી
ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસે સુરતના નકલી PSI ની ધરપકડ કરી છે. તોડ કરવાના ઈરાદે ભાવનગર શહેરના સોની વેપારીને નકલી PSI એ ફોન કરીને 31,500 રૂપિયા માંગ્યા હતા. નકલી PSI દ્વારા પોતાની ઓળખ વિજયસિંહ ગોહિલ આપી અને સુરત શહેર ખાતે ફરજ બજાવતા હોવાનું સોની વેપારીને જણાવ્યું હતું. 23-10-2024ના રોજ નકલી PSI સામે ભાવનગરના સોની વેપારી અલ્પેશભાઈ સોનીએ ફરિયાદ નોંધાવી હતી. વેપારીને ધમકાવી ઓનલાઈન 31, 500 રૂપિયાની માગ કરી નકલી PSI દ્વારા સોની વેપારીને સોનાના દાગીનાની ચોરી કરનાર શખ્સ દ્વારા સોનાનો 5 ગ્રામની ચેઇન તમારી દુકાનમાં વેચેલ છે તેવી વાત કરીને ધમકાવતો હતો. સમગ્ર મામલો પતાવવા નકલી PSI એ સોની વેપારીને ધમકાવી ઓનલાઈન 31, 500 રૂપિયાની માગ કરી હતી. સોની વેપારીની FIR બાદ નકલી PSI ની પોલીસે ધરપકડ કરી. નકલી PSI વિરુદ્ધ BNS ની કલમ 204, 308(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. નકલી PSIના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. વેપારીએ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા ભાવનગર શહેરના વોરાબજાર ટંકશાળાવાળા ખાંચામાં નારેશ્વર જ્વેલર્સ નામની દુકાન ધરાવતા અલ્પેશભાઈ ચીમનલાલ ધ્રાંગધરીયાને ગત 7મી ઓક્ટોબરના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલો અને સામેના વ્યક્તિએ પોતે સુરત શહેર પોલીસના પીએસઆઈ વિજયરાજસિંહ ગોહિલ તરીકેની ઓળખ આપી હતી અને જણાવ્યું કે અમે સુરતમાં એક સોનાના દાગીનાની ચોરી કરનારને ઝડપ્યો છે અને તેની પુછપરછમાં તેણે પાંચ ગ્રામનો એક સોનાનો ચેઈન તમારી દુકાનમાં વેચેલો છે અને તમે તેને રૂ.31500 રોકડા આપ્યા છે. તેથી તમે સોનાની ચેઈનના રૂ.31500 મને ગુગલ પે દ્વારા મોકલી આપો તો તમારા વિરૂદ્ધ કાર્યવાહી નહી કરીએ અને જો પૈસા નહી મોકલો તો ત્યાં રૂબરૂ આવી ગુનામાં ફીટ કરી દઈશું અને તે પછી પણ ત્રણ ચાર વખત ફોન આવતા સોનાના વેપારીએ ગભરાઈને રૂપિયા મોકલી દીધાં હતા. જે બાદ ગત 21 ઓક્ટોબરના રોજ સોનાના વેપારીના ફોન પર વાપી જીઆઈડીસી પોલીસનો ફોન આવેલો અને 7 ઓક્ટોબરના રોજ ઓનલાઈન પૈસા મોકલવા અંગે પૃચ્છા કરી વેપારીને જણાવવામાં આવ્યું હતું કે, તમે જેને પૈસા મોકલ્યા તેનું નામ અભિષેક સાવલિયા છે અને તે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી લોકો પાસે પૈસા પડાવે છે. વાપી જીઆઈડીસી પોલીસે પોલીસની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતા શખ્સને ઝડપી લેતા સમગ્ર હકીકત સામે આવતા અલ્પેશભાઈ ચીમનભાઈ ધ્રાંગધરીયાએ ગંગાજળિયા પોલીસ મથકમાં અભિષેક સાવલિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસે સુરતના નકલી PSI ની ધરપકડ કરી છે. તોડ કરવાના ઈરાદે ભાવનગર શહેરના સોની વેપારીને નકલી PSI એ ફોન કરીને 31,500 રૂપિયા માંગ્યા હતા. નકલી PSI દ્વારા પોતાની ઓળખ વિજયસિંહ ગોહિલ આપી અને સુરત શહેર ખાતે ફરજ બજાવતા હોવાનું સોની વેપારીને જણાવ્યું હતું. 23-10-2024ના રોજ નકલી PSI સામે ભાવનગરના સોની વેપારી અલ્પેશભાઈ સોનીએ ફરિયાદ નોંધાવી હતી.
વેપારીને ધમકાવી ઓનલાઈન 31, 500 રૂપિયાની માગ કરી
નકલી PSI દ્વારા સોની વેપારીને સોનાના દાગીનાની ચોરી કરનાર શખ્સ દ્વારા સોનાનો 5 ગ્રામની ચેઇન તમારી દુકાનમાં વેચેલ છે તેવી વાત કરીને ધમકાવતો હતો. સમગ્ર મામલો પતાવવા નકલી PSI એ સોની વેપારીને ધમકાવી ઓનલાઈન 31, 500 રૂપિયાની માગ કરી હતી. સોની વેપારીની FIR બાદ નકલી PSI ની પોલીસે ધરપકડ કરી. નકલી PSI વિરુદ્ધ BNS ની કલમ 204, 308(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. નકલી PSIના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા.
વેપારીએ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા
ભાવનગર શહેરના વોરાબજાર ટંકશાળાવાળા ખાંચામાં નારેશ્વર જ્વેલર્સ નામની દુકાન ધરાવતા અલ્પેશભાઈ ચીમનલાલ ધ્રાંગધરીયાને ગત 7મી ઓક્ટોબરના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલો અને સામેના વ્યક્તિએ પોતે સુરત શહેર પોલીસના પીએસઆઈ વિજયરાજસિંહ ગોહિલ તરીકેની ઓળખ આપી હતી અને જણાવ્યું કે અમે સુરતમાં એક સોનાના દાગીનાની ચોરી કરનારને ઝડપ્યો છે અને તેની પુછપરછમાં તેણે પાંચ ગ્રામનો એક સોનાનો ચેઈન તમારી દુકાનમાં વેચેલો છે અને તમે તેને રૂ.31500 રોકડા આપ્યા છે. તેથી તમે સોનાની ચેઈનના રૂ.31500 મને ગુગલ પે દ્વારા મોકલી આપો તો તમારા વિરૂદ્ધ કાર્યવાહી નહી કરીએ અને જો પૈસા નહી મોકલો તો ત્યાં રૂબરૂ આવી ગુનામાં ફીટ કરી દઈશું અને તે પછી પણ ત્રણ ચાર વખત ફોન આવતા સોનાના વેપારીએ ગભરાઈને રૂપિયા મોકલી દીધાં હતા. જે બાદ ગત 21 ઓક્ટોબરના રોજ સોનાના વેપારીના ફોન પર વાપી જીઆઈડીસી પોલીસનો ફોન આવેલો અને 7 ઓક્ટોબરના રોજ ઓનલાઈન પૈસા મોકલવા અંગે પૃચ્છા કરી વેપારીને જણાવવામાં આવ્યું હતું કે, તમે જેને પૈસા મોકલ્યા તેનું નામ અભિષેક સાવલિયા છે અને તે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી લોકો પાસે પૈસા પડાવે છે. વાપી જીઆઈડીસી પોલીસે પોલીસની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતા શખ્સને ઝડપી લેતા સમગ્ર હકીકત સામે આવતા અલ્પેશભાઈ ચીમનભાઈ ધ્રાંગધરીયાએ ગંગાજળિયા પોલીસ મથકમાં અભિષેક સાવલિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.