Patan: જૈનાચાર્ય જયંતસેન સૂરીશ્વરજી મ.સા.ની 100મી માસિક પુણ્ય તિથિ ઊજવાશે

Aug 15, 2025 - 06:30
Patan: જૈનાચાર્ય જયંતસેન સૂરીશ્વરજી મ.સા.ની 100મી માસિક પુણ્ય તિથિ ઊજવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શંખેશ્વર મહાતીર્થે શ્રી રાજેન્દ્રસૂરિ નવકાર મંદિરમાં ચાતુર્માસ બિરાજમાન પુણ્ય સમ્રાટ ગુરુદેવ શ્રીમદ્ વિજય જયન્તસેનસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિરાજ ચારિત્રરત્નવિજય જી મહારાજ અને મુનિરાજ અજીતસેન વિજયજી મહારાજની પાવન નિશ્રામાં 15 ઓગસ્ટના શુક્રવારે સૌધર્મ બૃહત્તપાગચ્છીય જૈનાચાર્ય રાજેન્દ્રસૂરિ મહારાજ (મોહનખેડા વાલા)ના પ્રશિષ્ય ગુરુદેવ શ્રીમદ્ વિજય જયન્તસેનસૂરીશ્વરજી મહારાજાની 100મી માસિક પુણ્ય તિથિ નિમિત્તે પુણ્ય સપ્તમી મહોત્સવનું એક દિવસીય ભવ્ય આયોજન થશે. આ પ્રસંગે શ્રી રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર ટ્રસ્ટ દ્વારા ધાર્મિક આધ્યાત્મિક અને જનસેવા જીવદયા સહિત અનેક કાર્યક્રમો યોજાશે. જેમાં સવારે જૈનાચાર્ય શ્રીની પ્રતિમા સન્મુખ ગુરુ સ્મરણપાઠ ત્યાર બાદ જૈનાચાર્યના જીવન પ્રસંગો આધારિત ગુણાનુવાદ સભા બપોરે ગુરુપદ પૂજન સાંજે ગુરુ સંબંધિત ગીતોની સંઘ્યા ભક્તિ તેમજ અનેક જિનાલયમાં ભગવાનની અંગરચના સહિત વિભિન્ન કાર્યક્રમ યોજાશે. પુણ્ય સપ્તમી મહોત્સવના આયોજિત કાર્યક્રમમાં શંખેશ્વર તીર્થમાં બિરાજમાન અનેક આચાર્ય ભગવંત સહિત વિશાળ સંખ્યામાં સાધુ સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં મહોત્સવનું આયોજન થરાદ તીર્થ નિવાસી પુનમચંદભાઈ ખેમચંદભાઈ સંઘવી પરિવાર મુંબઈ રાજકોટ તરફ્થી કરવામાં આવશે.શ્રી રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર ટ્રસ્ટના પ્રબંધક અને શંખેશ્વર જૈન સંઘના યોગેશભાઈ શાહે જણાવ્યું કે જૈનાચાર્ય શ્રીની 100 મી માસિક તિથિના આ પ્રસંગે રાજેન્દ્રસૂરિ નવકાર મંદિરમાં બિરાજમાન જૈનાચાર્ય શ્રીની પ્રતિમા સન્મુખ સાંજે ભવ્યાતિભવ્ય આરતીનું આયોજન થશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0